
મુંબઇ,તા. ૨૧
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ગ્રુપની ૪૦મી વાર્ષિક સામાન્ય મહાસભામાં આજે ફરી એકવાર ટેલિકોમ સેક્ટરમાં તહેલકો મચાવીને જીયો ફોન લોંચ કર્યો હતો. મુકેશ અંબાણીએ તમામને ચોંકાવીને જાહેરાત કરી હતી કે, આ જીયો ફોનની કિંમત શૂન્ય રહેશે. એટલે કે ફ્રીમાં ઉપલબ્ધ બનશે. જીયો ફોન લેનાર વ્યક્તિને સિક્યુરિટી મની તરીકે ૧૫૦૦ રૂપિયા ચુકવવા પડશે. જેને કંપની ત્રણ વર્ષ બાદ રિફંડ કરશે. અંબાણીએ કહ્યું હતું કે, ફ્રીની કોઇપણ ચીજનો દુરુપયોગનો ખતરો વધી જાય છે જેથી સિક્યુરિટી ડિપોઝિટ લેવાનો નિર્ણય કરાયો છે. ૧૫મી ઓગસ્ટથી ટેસ્ટિંગ માટે જીયો ફોન ઉપલબ્ધ રહેશે.
આના બુકિંગની શરૂઆત ૨૦મી ઓગસ્ટથી થશે.
૧. રિલાયન્સ જિયો ફોન ફ્રી મળશે પરંતુ તમારે તેના માટે ૧૫૦૦ રૂપિયા ડિપોઝિટ આપવી પડશે જે રકમ ત્રણ વર્ષ બાદ સંપૂર્ણ રિફંડ મળશે.
૨. જિયો ફોનના યુઝર્સ ફોરજી ડેટા ફક્ત ૧૫૩ રૂપિયામાં એક મહિના માટે અનલિમિટેડ વાપરાવા આપશે જેમાં તમામ વોઇસ કોલ અને એસએમએસ પણ ફ્રી રહેશે.
૩. આ પ્લાન માટે ટેસ્ટિંગ શરૂઆત ૧૫મી ઓગસ્ટે થશે અને ફોન માટેની પ્રિ બુકિંગ ૨૪મી ઓગસ્ટે શરૂ થશે જ્યારે પહેલીવાર પહેલી સેવાના આધારે સપ્ટેમ્બર સુધી ચાલશે. જિયોએ કહ્યું કે, અમારો હેતુ પાંચ કરોડ લોકોને સાંકળવાનો છે.
૪. જિયો ફોન ઇન્ટરનેટ કનેક્ટિવીટી સાથે આવશે જેમાં વોઇસ કમાન્ડ અને ૨૨ ભાષાઓનો સમાવેશ હશે.
૫. જિયોની સેવામાં જિયો ટીવી, જિયો મુવીઝ અને અન્ય સેવાઓનો પણ સમાવેશ હશે.
મુકેશના નિવેદનથી માતા
કોકિલાબેન ભાવનાશીલ

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ વાર્ષિક મિટિંગ એજીએમને સંબોધન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સિદ્ધિઓનો ઉલ્લેખ કરી રહ્યો હતો. આ ગાળા દરમિયાન જ્યારે મુકેશ અંબાણીએ કંપનીની સિદ્ધિઓની વાત કરતા પોતાના પિતા ધીરુભાઈ અંબાણીની વાત કરી ત્યારે માતા કોકિલાબેન ભાવુક થઇ ગયા હતા. મુકેશ અંબાણીએ ધીરુભાઈને યાદ કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેઓ ૪૦ વર્ષની સિદ્ધિઓ અને રેકોર્ડને માત્ર એક જ વ્યક્તિને સમર્પિત કરવા ઇચ્છે છે અને આ વ્યક્તિ ધીરુભાઈ અંબાણી છે. તેમની સાથે મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું હતુ ંકે, તેઓ પોતાની માતાના આભારી છે. આ સાંભળીને કોકિલાબેન ભાવનાશીલ બની ગયા હતા. કોકિલાબેન રડી પડ્યા હતા. આ જોઇને મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ભાવનાશીલ બની ગયા હતા. રિલાયન્સે ભારતમાં એક પછી ક સિદ્ધિઓ હાસલ કરીને રેકોર્ડ સિદ્ધિઓ મેળવી છે.