હવે સમાપ્ત થશે અમેરિકાની દાદાગીરી, ૧૬ દેશો સંગઠિત થઈને બનાવશે દુનિયાનો સૌથી મોટો વેપારી સમૂહ

(એજન્સી) વોશિંગ્ટન, તા.ર
ટોકિયોમાં યોજાયેલી બેઠકમાં તમામ એશિયાઈ દેશોના વેપાર મંત્રીઓ સામેલ થયા જે મુજબ આગામી કેટલાક મહિનાઓમાં ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર સામાન્ય સહમતી બની શકે છે અને રિઝનલ કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપના ભાગરૂપે ૧૬ દેશોના મંત્રીઓએ તેમાં ભાગ લીધો. ખાસ વાત એ છે કે, આ બેઠકમાં ભારત, ચીન અને જાપાન તો સામેલ થશે જ પરંતુ અમેરિકા તેમાં ભાગ લેશે નહીં. અહેવાલ મુજબ સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન જાપાનના ટ્રેડ મિનિસ્ટર હિરોશિગે સેકોએ કહ્યું કરારનો માર્ગ હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. જેમ જેમ સંરક્ષણ બાદ દુનિયામાં વધી રહ્યો છે. એશિયાઈ ક્ષેત્ર માટે તે મહત્ત્વપૂર્ણ થઈ ગયું છે કે આપણે ફ્રી ટ્રેડ હેઠળ આગળ વધીએ. આ ભાગીદારીમાં આસિયાનના ૧૦ સભ્ય દેશો ઉપરાંત દ.કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ સામેલ છે. આ ૧૬ દેશોની જે સંયુક્ત ભાગીદારી બનશે તે દુનિયાની એક તૃતિયાંશ અર્થવ્યવસ્થાને અને લગભગ દુનિયાની અડધી વસ્તીનો સમાવેશ કરે છે. જે ખુદ મોટી બાબત છે. ખાસ કરીને અમેરિકાને ટક્કર આપવાના કેસમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કરાર આ વર્ષની શરૂઆતમાં બનેલા ૧૧ દેશોના કોમ્પ્રેહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રિમેન્ટ ફોર ટ્રાન્સ પૈસપિક પાર્ટનરશીપની જેમ મજૂર અને પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ માપદંડોને લાગુ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks