બાવળા : ૧૮૧ હેલ્પલાઈનના કારણે મહિલાનું પરિવાર સાથે થયું મિલન

બાવળા, તા. ૧૭
મોડી રાત્રે બાવળામાં આવેલ ગૌરવ પથ રોડ પર ધીમી ધારે વરસતા વરસાદ માં એક પ૦થી બાવન વર્ષની મહિલા દુકાનના છાપરા નીચે ઉભેલી જોઇ સ્થાનિકોએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરતા ચાંગોદરની મહિલા હેલ્પ લાઈન વાન ગણતરીની મિનિટોમાં કેપ્ટન વિનુભાઇ હેલ્પ લાઈન કર્મચારી હેતલ બેન મહિલા પોલીસ કોન્સટેબલ ઉષા બેન બાવળા ખાતે આવી મહિલાની પૂછપરછ કરતાં મહિલાએ પોતાનું નામ કોકીલા બેન કીરીટભાઇ પટેલ જે રાશમ તા. બાવળા ગામના જણાવેલ તેમણે તેમની આપવીતી જણાવતા કહ્યું કે, મારા પતિનો સ્વર્ગવાસ થયેલ છે. અત્યારે હું મારા પુત્ર સાથે રહેતી હતી. ત્યારે મારા એકના એક પુત્ર જે મારા કહ્યામાં નથી અને મારા નણદ માથાભારે છે. મને ગામ વાળા પણ તેમને જ સાથ આપે છે. મને માર મારી કાઢી મૂકે છે. માટે આ છાપરા નીચે ઘણા સમયથી અહીં સુવું છું ત્યાર બાદ કોકીલા બેનને બાવળા પોલીસ સ્ટેશન લઈ જઈ પી.એસ.આઇ કે.એન.ભુકણને જાણ કરતા તેમણે બાવળા પોલીસની મદદથી તેમના ઘરે મોકલી આપ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks