૧૯૯૭ પછી એક જ દિવસમાં પડેલા સૌથી વધુ વરસાદે મુંબઈમાં પાંચનો ભોગ લીધો

(એજન્સી) મુંબઈ, તા. ૩૦
મંુબઈમાં મંગળવારના ભારે વરસાદ બાદ જનજીવન પૂર્વવત બનતું જાય છે. ભારે વરસાદમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની અને પાલઘરમાં ૪ લોકો તણાઈ ગયાંની પણ ખબર હતી. ભારે વરસાદને પગલે ટ્રેક ધોવાઈ જતાં કે ટ્રેક પાણીમાં ડૂબેલો હોવાને કારણે કુલ ૧૬ ટ્રેન રદ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ મુંબઈ અને તેની આજુબાજુના લોકોને સલામત રહેવાની અપીલ કરી છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને તમામ સહાયની ખાતરી આપી હતી. મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે. બાંદરા, પરેલ, વરલી, વડાલા, શાંતાક્રૂઝ જેવા વિસ્તારોમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ થયો છે. ભારે વરસાદ બાદ લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે. હાઈએલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.આગામી ૨૪ કલાક માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ટ્રેન અને વિમાની સેવા સંપૂર્ણપણે ઠપ થઇ ગઇ છે. મુંબઈના અનેક વિસ્તારોમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ થતાં લોકોની હાલત કફોડી બની ગઈ છે. બીએમસી દ્વારા પંપ મારફતે પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીની મળતી ખબર અનુસાર વરસાદને કારણે જુદા જુદા વિસ્તારમાં ૪ મોત થયાં હતા. જેમાં સાયનમાં એક વકીલ પોતાની કારમાં ગૂંગળાઈ મર્યાં હતા. તો વિખરોલી વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થતાં બે વર્ષના બાળકનુ મોત થયું હતું. મુંબઈ પૂણે એક્સપ્રેક્ષ વે પર થયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયાં હતા. જોકે મુંબઈગરા માટે રાહતના એક સમાચાર રૂપે હવામાને વિભાગે જણાવ્યું છે કે ખરાબ સમય પૂરો થયો છે. એટલે કે હવે વધારે વરસાદની કોઈ સંભાવના નથી. મોટાભાગની બસ, ટ્રેન અને હવાઈ સેવાઓને પૂર્વવત ચાલુ કરી દેવામાં આવી હતી. બીએમસીએ પંપો મારફતે પાણી ઉલેચવાનું શરૂ કર્યું હતું. પશ્ચિમ રેલવેએ ટ્રેન સેવાઓ બહાલ કરી, બીએમસીએ કહ્યું કે ૩૦,૦૦૦ સ્ટાફ જમીની સ્તરે કાર્યરત છે.કેટલીક સેવાઓને બહાલ કરવામાં આવી હતી. ભારે વરસાદે ૨૬ જુલાઈ ૨૦૦૫ ના વરસાદની યાદ અપાવી જેમાં વરસાદી દુર્ઘટનામાં ૫૦ લોકો માર્યાં ગયાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks