(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૦
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ કરી બાદમાં બળાત્કાર કરવાના ગુનામાં આરોપી પ્રહલાદજી રાણાજી કુડેસિયાનાઓની જે તે વખતે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજૂર કરવામાં આવેલ હતા અને આરોપી સને ૨૦૧૪ના વર્ષમાં જામીન ઉપર છૂટ્યા બાદ કોર્ટમાં મુદતે હાજર રહેલ નથી અને કોર્ટ દ્વારા આરોપીના અવાર-નવાર વોરંટ કાઢવામાં આવેલ પરંતુ આરોપી મળી આવતો ન હોય જેથી બળાત્કાર જેવા ગંભીર ગુનાનો આરોપી કોર્ટમાં હાજર રહેતો ન હોય જેથી કોર્ટમાં કેસ ચાલી શકતો ન હોય જેથી નામદાર કોર્ટ દ્વારા પોલીસ અમરેલી અધિક્ષક તે જાણ કરવામાં આવેલ જે અન્વયે એસઓજી પીએસઆઇ આર.કે. કરમટા તથા ટીમ એસઓજીને આરોપીને ઝડપી પાડી વોરંટની બજવણી કરવા સૂચના કરી હતી. ધી અમરેલી એસઓજી ટીમે આરોપી પ્રહલાદજી રાણાજી કુડેસિયાનાઓની ગાંધીનગર અડાલજ ખાતેથી ઝડપી પાડી વોરંટની બજવણી કરી કોર્ટમાં આરોપીને સોંપી આપેલ હતો જ્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી પંકજભાઇ અશ્વીનભાઇ સોંડાગરા (ઉ.વ.૩૯) રહે.સાવરકુંડલા નેસડી રોડ ખોડિયારનગર હાલ સુરત શિવનગર આજરોજ સાવરકુંડલા ખાતેથી ચોકકસ બાતમી આધારે ઝડપી પાડવામાં આવેલ છે અને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ હતો.