ર૦૦ર તોફાન કેસમાં સુપ્રીમકોર્ટે બે આરોપીને નિર્દોષ જાહેર કર્યા

અમદાવાદ, તા.ર૧
સુપ્રીમકોર્ટે ગત તા.૯-૮-૧૮ના રોજ ર૦૦રના એક કેસમાં એક વ્યક્તિની હત્યાના આરોપ એવા ઉસ્માનગની ઉર્ફે ભોલા અ.ગફ્ફાર મેમણ અને યુનુસ મોહમ્મદ ચાંદ શેખને નિર્દોષ જાહેર કર્યા હતા. બનાવની વિગત એવી છે કે, ર૦૦રના કોમી તોફાનો દરમિયાન તા.૭-૧૧-ર૦૧૩ના દિવસે શાહેઆલમ ચંડોળા તળાવ ખાતે એક વ્યક્તિની હત્યા અને ચાર વ્યક્તિ પર જીવલેણ હુમલાના આરોપમાં ઉસ્માનગની ઉર્ફે ભોલા, યુનુસ મોહમ્મદ ચાંદ મોહમ્મદ તથા અન્ય ૭ શખ્સો વિરૂદ્ધ આઈપીસીની ૩૦ર તથા અન્ય કલમો હેઠળ આરોપનામું દાખલ કર્યું હતું જે તે સમયે કેસ ચાલી જતાં સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારેલ જેની સામે હાઈકોર્ટમાં અપીલ કરતાં હાઈકોર્ટે આજીવન કારાવાસને ૧૦ વર્ષની સજામાં તબદીલ કરી હતી જેની સામે આરોપીઓ પૈકી ઉસ્માનગની ભોલા તેમજ મો.યુનુસ વતિ જમિઅતે ઉલમા એ મહારાષ્ટ્રે સુપ્રીમકોર્ટમાં અપીલ દાખલ કરેલ જેની ગત તા.૯-૮-૧૮ના રોજ સુપ્રીમકોર્ટમાં જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ નવીન સિંહા તથા જસ્ટિસ કે.એમ.જોસેફની બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જમિઅતે ઉલમાએ મહારાષ્ટ્ર તરફથી એડવોકેટ ઓનરેકોર્ડ ગૌરવ અગ્રવાલે તપાસનીશ એજન્સીની તપાસમાં ખામીઓને નીચલી કોર્ટની ભૂલ તરફ સુપ્રીમકોર્ટનું ધ્યાન દોરી આરોપીઓના નિર્દોષ હોવા પર દલીલો કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી બન્ને આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. સુપ્રીમકોર્ટના જજમેન્ટ તથા અન્ય જરૂરી એવી કાનૂની કાર્યવાહી બાદ આજ તા.ર૧-૮-૧૮ના રોજ સાંજે આશરે ૭ વાગ્યે સાબરમતી જેલ સત્તાવાળાઓએ બન્ને આરોપીઓને જેલ મુક્ત કર્યા હતા. આજરોજ જમિઅત ઉલમાએ અહમદઆબાદ વતી કેસની દેખરેખ રાખતા મુફતી અબ્દુલ કૈયુમ અને મિર્ઝા નૂરબેગે એક યાદીમાં ઉપરોકત માહિતી આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks