(એજન્સી) તા.ર૪
યુએન ખાતેના પાકિસ્તાની રાજદૂત મલીહા લોધીએ સુષ્મા સ્વરાજે આપેલ સંબોધન પછી પોતાને જવાબ આપવાનો અધિકાર છે. એ નેજા હેઠળ એમણે નાટકીય રીતે એક લોહીથી ખદબદતંુ અને પેલેટગનની ઈજાઓ પામેલ યુવતીનો ફોટો બતાવતા કહ્યું કે આ છે ભારતની કૂટનીતિનો ખરો જવાબ આ કાશ્મીરમાં થઈ રહેલ અત્યાચારોની સાબિતી છે જે ભારતીય લશ્કર કરી રહ્યું છે.
પણ પાકિસ્તાનનો પ્રયાસ ખોટો અને એમને જ ક્ષોભમાં મૂકનાર સાબિત થયો છે. દર હકીકતે જે ફોટો મલીહા લોધીએ પીડિતાનો બતાવેલ છે એ ફોટો પેલેસ્ટીનીય યુવતીનો છે જે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ દ્વારા કરાયેલ હુમલામાં ઘવાઈ હતી. આ ઘટના ર૦૧૪માં બની હતી. આ ફોટો ફોટોગ્રાફર હૈદી લેવિને પાડ્યો હતો અને ખ્યાતનામ અખબારો ગાર્ડિયન અને ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયો હતો. મહિલા લોધીએ ફોટો બતાવ્યા પછી એનો વીડિયો વાયરલ થયો અને ટિ્વટર ઉપયોગ કરનારાઓએ ખરી હકીકતો જણાવી દીધી હતી. પાકિસ્તાની પ્રતિનિધિઓ ગેરમાર્ગે દોરાયા હતા. એમને ખોટી માહિતી પૂરી પડાઈ હતી. પાકિસ્તાનીઓને ગુગલ સર્ચથી પણ માહિતી ભેગી કરવાની આવડત નથી જે ઉપરોકત ફોટાથી સાબિત થાય છે. સુષ્મા સ્વરાજની તીખી આલોચનાઓથી પાકિસ્તાન હાંફળુ-ફાંફળુ બની ગયું અને જે હાથમાં આવ્યું તે રજૂ કરી નિવેદન કરી દીધું.