બે બાળકોની માતા મેવિસ વાનઝીકે ૭પ૮.૭ મિલિયન ડોલરનો સિંગલ જેકપોટ જીતી રેકોર્ડ નોંધાવ્યો

લોટરી જીતતાની સાથે નોકરી છોડી દીધી
(એજન્સી) વોશિંગ્ટન, તા.રપ
અમેરિકાના મેસેચ્યુસેટસમાં પ૩ વર્ષીય મહિલા ૭પ૮.૭ મિલિયન ડોલરનો જેકપોટ જીતીને માલામાલ બની છે. અમેરિકાના ઈતિહાસમાં આટલો મોટો સિંગલ જેકપોટ પ્રથમ વખત કોઈ જીત્યું છે. બે બાળકોની માતા મેવિસ વાનઝીકે આ જેકપોટ જીતવાની સાથે જ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. મેવિસ જણાવે છે કે સપનું સાકાર થયું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. મેવિસે પાઈપ ડ્રીમ તરીકે ઓળખાતી લોટરી રમી હતી. ૮ મેર્સી મેડિકલ સેન્ટરમાં નોકરી કરે છે. જ્યાં તે દર્દીઓની સંભાળ લે છે તેણે ધાર્યું ન હતું કે તે તેની નોકરીમાંથી આટલી વહેલાં નિવૃત્ત થઈ જશે. મેસેચ્યુસેટસ સ્ટેટ લોટરી દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં તેણે આ અંગે જણાવતા કહ્યું હતું કે, હું મારા પલંગમાં છુપાઈ જવા માંગું છું. હું ખૂબ જ ખુશ છું. મેવિસે જીતેલા નંબર તેના પરિજનોના જન્મદિવસના આંક છે. મેવિસનો પતિ વિલિયન વાનઝીક ફાયર ફાઈટર હતો. જેનું હિટ એન્ડ રન અકસ્માતમાં ૬ નવેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. જાન્યુઆરી ર૦૧૬થી પવરબોલનો સૌથી મોટો જેકપોટ ૭પ૮.૭ મિલિયન છે. વર્લ્ડ રેકોર્ડમાં ૧.૬ બિલિયન ડોલર લોટરીનો છે જેને ત્રણ ટિકિટ હોલ્ડર્સ વચ્ચે વહેંચવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks