ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, દીવાલ પડતાં બે બાળકીના મોત : એક ગંભીર

(સંવાદદાતા દ્વારા) ઉના, તા.ર
ઉનાનાં કાળાપણ ગામમાં સગાઇ પ્રસંગ વખતે દીવાલ ધરાશાઈ થતાં બે બાળકીના મોત અને બેને ગંભીર ઈજા થતા માતમમાં ફેલાયો છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ તાલુકાના કાળાપણ ગામે રહેતા મેધાભાઇ કાળાભાઇ મજેઠીયાનાં પુત્ર રવિની સગાઇ કાળાપણ ગામે વાડી વિસ્તારમાં રહેતા કાળુભાઇ નારણભાઇ વાજાની પુત્ર વર્ષાબેન સાથે નક્કી કરવામાં આવેલ હોય અને આજે હર્ષો ઉલ્લાસથી મેધાભાઇ તેમનાં પુત્રની સગાઇ કરવા કાળુભાઇનાં વાડી વિસ્તારનાં નિવાસ સ્થાને પહોચ્યા હતા એક તરફ સગાઇની વિધી શરૂ હોય અને મહેમાનો એક બીજાનાં મોઢામિઠા કરાવતા હતા એ વખતે અચાનક વાડીની ફરતે પથ્થરની કાચી દીવાલ બનાવવામાં આવેલ હોય અને આ દિવાલની આસપાસ બાળકો રમતા હોય અને અચાનક જ દીવાલ ધરાશાઈ થતા દીવાલની આસપાસ રમતી નવાબંદર ગામની સ્નેહલ ભરતભાઇ સોલંકી (ઉ.વ. ૬), આરતી કિશનભાઇ મજેઠીયા (ઉ.વ. ૫) કોમલબેન મહેશભાઇ મજેઠીયા (ઉ.વ.૪) તેમજ ઉર્મિલાબેન મોહનભાઇ મજેઠીયા (ઉ.વ.૧૬)ને ગંભીર ઇજા પહોચતા તાત્કાલીક ઉના હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ જેમાં સ્નેહલ ભરતભાઇ સોલંકી (ઉ.વ. ૬) તેમજ આરતી કિશનભાઇ મજેઠીયા (ઉ.વ. ૫) ની હાલત ગંભીર હોય સારવાર દરમ્યાન મોત નિપજેલ હતા જ્યારે કોમલ મહેશભાઇ મજેઠીયા (ઉ.વ.૪)ની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવેલ હતા ઘટનામાં ૧૬ વર્ષની યુવતી ઉર્મિલાબેનને પણ ઇજા પહોતી હોય હાલ તે ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ હોય આમ નાના એવા ગામમાં સગાઇ પ્રસંગ વખતે ગમખ્વાર અકસ્માતની ઘટના બનતા નાના એવા ગામમાં ગમગીની ફેલાઇ ગયેલ હતી અને ખુશીનો પ્રસંગ માતમમાં ફેલાઇ ગયો હતો. દીવાલ પડતા નજીક રમતી બે બાળકીનું મોત નિપજેલ હોવાનું જાણવા મળેલ છે. મૃતક બાળકીના મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલમાં પી.એમ. માટે ખસેડવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks