જામનગર રંગમતી નદી પટનો મેળો વગર ઉદ્‌ઘાટને પ્રારંભ થશે : બે સ્થળના મેળાઓ રદ

જામનગર,તા.ર૦
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત શ્રાવણ મેળા બે સ્થળોએ જ યોજવામાં આવશે. અન્ય બે સ્થળ માટે કોઈ પાર્ટીએ રસ નહીં દાખવતા હવે આ મેળા રદ કરવામાં આવ્યા છે.
રંગમતી નદીના પટનો મેળો આજે પ્રથમ સોમવારે ચાલુ રહેનાર છે. જામનગર મહાપાલિકા દ્વારા આ વર્ષે ચાર સ્થળોએ શ્રાવણી મેળા માટે આયોજન કર્યું હતું, પરંતુ મારૂ કંસારાની વાડી પાસે અને પોલીસ હેડક્વાટર્સ પાછળના સ્થળના મેળા માટે ટેન્ડરો મળ્યા નહતા આથી તંત્રને આ મેળો રદ કરવાની ફરજ પડી છે.
હવે રંગમતી નદીના પટમાં તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડમાં એમ બે સ્થળોએ જ મેળા યોજવામાં આવ્યા છે. રંગમતી નદી પટમાં ગઈકાલે રવિવારની રજા હોવાથી મેળાનો પ્રારંભ કરી નાંખવામાં આવ્યો હતો જ્યારે પ્રદર્શન મેદાનમાં આગામી તા. ૧/૯/ર૦૧૮ના શ્રાવણ મેળો શરૂ થઈ રહ્યો છે. મહાનગરપાલિકાને પ્રદર્શન મેદાનની જગ્યાના ભાગ પેટે રૂપિયા એક કરોડથી વધુની આવક થઈ છે જ્યારે રંગમતી નદીના પટની જગ્યાના ભાડા પેટે આશરે ૯ લાખ મળ્યા છે, જો કે રંગમતી નદી પટમાં અન્ય તમામ વ્યવસ્થા કોન્ટ્રાક્ટ રાખનારે કરવાની રહે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts