Ahmedabad

જીએસપીસીના ભ્રષ્ટાચારથી રાજ્ય અને રાષ્ટ્રની તિજોરીને રૂા.ર૦ હજાર કરોડનો ફટકો પડયો

અમદાવાદ,તા.ર૮
જીએસપીસી અંગે ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલના જુઠ્ઠાણા સામે ગુજરાત કોંગ્રેસે જીએસપીસીની હકીકતનો પર્દાફાશ કરી ઉર્જામંત્રીને પડકાર ફેંકતા જણાવ્યું છે કે કેગ જેવી બંધારણીય સંસ્થાને વારંવાર જીએસપીસીમાં વિવિધ ગેરરીતિઓ, અનિયમિતતા રજૂ કરી હોવા છતાં રાજય અને કેન્દ્રની ભાજપ સરકાર જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે. જીએસપીસીના ભ્રષ્ટાચારથી રાજય અને રાષ્ટ્રની તિજોરીને ર૦ હજાર કરોડનો ફટકો આપ્યો છે. ત્યારે જીએસપીસીનું સત્ય છુપાવવા માટે ઉર્જા મંત્રી જુઠનો આશરો લેવાનું બંધ કરે. ગુજરાત રાજય પેટ્રોલિયમ નિગમ લિમિટેડ (જીએસપીસી)એ ગુજરાત રાજયનું જાહેર ક્ષેત્રનું એક એકમ છે. જે ઓઈલ અને ગેસ ઉદ્યોગની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે જીએસપીસીને ર૦૦રમાં ક્રિષ્ના ગોદાવરી (કેજી) નદીના બેસીનમાં ડ્રીલીંગ માટે એક બ્લોક ફાળવવામાં આવ્યો હતો. ત્યાર પછી તેણે ફેબ્રુઆરી-ર૦૦૩માં તત્કાલિન કેન્દ્ર સરકાર સાથે ઉત્પાદન વહેંચણીનો એક કરાર કર્યો હતો. ર૬ જુન ર૦૦પના રોજ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી કે.જીએસપીસીએ કેજી બેસીનમાં ભારતના સૌથી મોટા ગેસ ભંડારો શોધી કાઢયા છે. તેમણે એવો દાવો કર્યો હતો કે આ ગેસના ભંડારોમાં ર૦ ટ્રીલીયન કયુબીક ફીટ જેટલો ગેસનો જથ્થો છે. જેની કિંમત રૂા.ર,ર૦,૦૦૦ કરોડ છે. આ જથ્થો તે સમયે ભારતમાં ગેસના કુલ ઉત્પાદન કરતા પણ વધારે હતો. તેમણે એવી જાહેરાત કરી કે જીએસપીસી રૂા.૧પ૦૦ કરોડના ખર્ચે ર૦૦૭માં આ ગેસનું વ્યાપારી ઉત્પાદન શરૂ કરી દેશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે આ બાબત ગુજરાતને ભારતની આર્થિક મહાસત્તા બનાવશે અને ભારતને તેની ઉર્જા જરૂરીયાતો અંગે સ્વાવલંબી બનાવશે. તે સમયે આપણને ભાગ્યે જ એવો ખ્યાલ આવ્યો કે આ જાહેરાત તો બેફામ પણે વ્યય કરવા માટે બેંકોમાંથી જંગી ધિરાણ મેળવવા માટેની એક ચાલબાજીના ભાગરૂપ હતી. એ એક વિચિત્ર બાત છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કરેલી ભવ્ય જાહેરાતના ૧૧ વર્ષ બાદ મોદીના વડાપ્રધાન પદ હેઠળના કેન્દ્રીય ઉર્જા મંત્રી એવો સ્વીકાર કરે છે કે, ભારત પાસે પુરતો ગેસ નથી અને મોટા ભાગના ગેસ પ્લાન્ટ બેંકો માટે શંકાસ્પદ મિલકતો છે. છેલ્લા ૧૧ વર્ષમાં જીએસપીસીએ બેન્કો પાસેથી રૂા.ર૦,૦૦૦ કરોડનું ધિરાણ મેળવ્યું છે અને હજુ સુધી વ્યાપારી ધોરણે કોઈ ગેસનું ઉત્પાદન કર્યું નથી. આ બધા નાણાનું શું થયું તેનો દુર્વ્ય થયો છે. કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)એ તાજેતરમાં એક અહેવાલ સહિત અનેક અહેવાલ બહાર પડયા છે. જેમાં જીએસપીસીની કામગીરી અને કેજી બેસીનમાં તેની ખોજ વિશે આખરી ટીકા કરવામાં આવી છે. કેગના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વગર કેવી રીતે લગભગ રૂા.ર૦,૦૦૦ કરોડનો દુર્વ્ય કરવામાં આવ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.