ર૦૧૯ની ચૂંટણી પહેલાં મોદીનું ‘કિસાન કાર્ડ’ ધાનના સમર્થન મૂલ્યમાં રૂા.ર૦૦નો વધારો કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૪
સરકારે સામાન્ય ચૂંટણીઓ પહેલાં ખરીફ પાકના સમર્થન મૂલ્યમાં વધારાની જાહેરાત કરી છે. ખરીફ મોસમમાં ૧૪ પાકો થાય છે. જેમાં પ્રમુખ ધાન્ય છે. ધાન્યના મૂલ્યમાં ક્વિન્ટલ દીઠ રૂા.ર૦૦નો વધારો કરાયો છે.
ર૦૧૯ની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ કરવા મોદી સરકારે દાવ લગાવ્યો છે. દેશમાં રપ કરોડ લોકો ખેતીકામ કરે છે. જ્યારે પ૦ કરોડ ખેતમજૂરો છે. ધાન્યનું વર્તમાન સમર્થન મૂલ્ય પ્રતિ ક્વિન્ટલ ૧પપ૦ રૂપિયા છે. હવે તે વધીને ૧૭પ૦ રૂા. થશે. કેબિનેટે ધાન્ય, દાળ, મકાઈ જેવા ખરીફ પાકોના સમર્થન મૂલ્યમાં દોઢ ગણો વધારો કર્યો છે. ન્યૂનતમ મુલ્ય એ કિંમત છે જેના પર સરકાર ખેડૂતોને ખેતપેદાશો પર પ૦ ટકા નફો મળે તે હેતુથી સમર્થન મૂલ્યમાં રેકોર્ડ વધારો કર્યો છે. હવે અનાજની લાગતના આકલન માટે એ-ર+એફ-એલ ફોર્મ્યુલા અપનાવશે. એ-ર મુજબ ખેતપેદાશનો ખર્ચ અને પરિવારની મજૂરીને સામેલ કરાશે. સૌથી વધુ ડાંગરનું સમર્થન મૂલ્ય પર.પ ટકા પ્રતિ ક્વિન્ટલ કરાયું છે. જારનું સમર્થન મૂલ્ય ૪ર ટકા, બાજરીનું ૩૬.૮ ટકા, મગનું રપ.૧ ટકા કરાયું છે પરંતુ તુવેર પર ફક્ત ૪.૧ ટકા અને અડદનું સમર્થન મૂલ્ય ૩.૭ ટકા વધારવાનો નિર્ણય કરાયો છે. આ પહેલાં ધાનના સમર્થન મૂલ્યમાં ૧પપ રૂા. રેકોર્ડ પ્રતિક્વિન્ટલ વધારો કરાયો હતો. વડાપ્રધાન મોદીએ મંગળવારે નીતિ આયોગના સભ્યો અને કૃષિ મંત્રી રાધા મોહનસિંગ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ નવા સમર્થન મૂલ્યોની જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન મોદીનો ઈરાદો ખેડૂતોની આવક ર૦રરમાં બમણી કરવાનો છે. રાજનીતિના નિષ્ણાતો આ પગલાંને મોદીનો માસ્ટર સ્ટ્રોક માને છે. તેનાથી સરકારને ચૂંટણીમાં ફાયદો મળવાની શક્યતા છે. યુપી-હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા વધારે છે. જેથી ર૦૧૯ની ચૂંટણીમાં સરકાર માટે આ નિર્ણય ફાયદાકારક સાબિત થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks