(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
પદમાવતી વિવાદ પર પહેલી વાર બોલતાં ફિલ્મના અભિનેતા રણવીર સિંહે એવું કહ્યું કે હું ૨૦૦ ટકા આ ફિલ્મના ટેકામાં ઊભો છું. પદમાવતીમાં રણવીરે દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીનું પાત્ર નીભાવ્યું છે.
પદમાવતી પર ચાલી રહેલો વિવાદ રાજકીય રંગ ધારણ કરી ચૂક્યો છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓએ વિરોધ પ્રદર્શનને સાથ આપ્યો છે. આ ફિલ્મ પહેલા ૧ ડિસેમ્બર રિલિઝ કરવાનું નક્કી થયું હતું પરંતુ બાદમાં રાજપૂતોના વિરોધ પ્રદર્શન આગળ ઝૂકીને ફિલ્મી નિર્માતાઓએ તેની રિલિઝ ટાળી દીધી હતી. ચાર રાજ્યોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી કારણ કે તેનાથી રાજપૂત અને બીજા સમૂદાયોની ભાવનાને ઠેસ પહોંચી શકે તેમ હતી. સુપ્રીમ કોર્ટે પણ બે વાર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો છે.
આ અંગે દસ મહત્વના મુદ્દા
૧. સૌપ્રથમ વાર કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ પ્રદર્શન શરૂ થયો કરણી સેનાએ જયપુરમાં નિર્માતા પર હુમલો કરીને ફિલ્મના સેટને તોડી નાખ્યો હતો.
૨. આ ફિલ્મ ૧૪ સદીના ચિત્તોડગઢની મહારાણી પદમાવતી સંબંધિત છે. કરણી સેનાનો આક્ષેપ છે કે ફિલ્મમાં ઈતિહાસનું વિકૃત ચિત્રણ કરવામા આવ્યું છે.
૩. પદમાવતી વિવાદ પર પહેલી વાર બોલતાં ફિલ્મના અભિનેતા રણવીર સિંહે એવું કહ્યું કે હું ૨૦૦ ટકા આ ફિલ્મના ટેકામાં ઊભો છું. પદમાવતીમાં રણવીરે દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીનું પાત્ર નીભાવ્યું છે.
૪. પાદમાવતી પર ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં મધ્યપ્રદેશ અને પંજાબ પણ જોડાયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચોહાણે પણ રાજ્યમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી.
૫. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવું કહ્યું કે પ્રદર્શન કરનાર લોકો જેટલા દોષી છે તેટલા દોષી ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાળી પણ છે. તેમણે કહ્યું કે ફિલ્મ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને ધમકીઓ માટે ભણશાળી પણ એટલા જ જવાબદાર છે.
૬. સેન્ટર બોર્ડે પણ ટેકનીકલ કારણોસર આ ફિલ્મને નામંજૂરી કરી દીધી હતી. પદમાવતીની રિલિઝ સંબંધિત કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વિનંતી પણ નકારી કાઢવામાં આવી હતી.
૭. અભિનેત્રી દિપિકા અને નિર્માતા ભણશાળીને ધમકી આપનાર હરિયાણા ભાજપના નેતા સુરજ પાલની સામે એફઆઈઆર દાખલ થઈ છે. હરિયાણા ભાજપ ચીફ મીડિયા કોર્ડિનેટર સુરજ પાલ આમુએ પદમાવતીની હિરોઈન અને નિર્માતા સંજય લીલા ભણશાળીનું માથું વાઢી લાવી આપનાર માટે ૧૦ કરોડના ઈનામની જાહેરાત કરી
૮. કરણી સેનાએ તો દિપિકાનું નાક કાપવાની પણ ધમકી આપી હતી. રાજ્ય સરકારે ભણશાળી અને દિપિકાને સુરક્ષા પૂરી પાડી હતી.
૯. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને બીજા કેટલાક રાજ્યોમાં મોટેપાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે.
૧૦. ફિલ્મના નિર્માતાઓએ કહ્યું કે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખતાં આગામી વર્ષની શરૂઆતમાં ફિલ્મ રિલિઝ કરવી વધારે સલાહભર્યું છે. પદમાવતીના નિર્માતાઓ ૨૧ ડિસેમ્બરના રોજ રિલિઝ થનાર સલમાનની ફિલ્મ ટાઈગર ઝિંદા હૈની સાથે સ્પર્ધા ટાળવા માંગે છે.