હાર્દિકના સમર્થનમાં ઠેર-ઠેર દેખાવો ર૦૦થી વધુ બાઈકો ડિટેઈન

અમદાવાદ, તા.૬
આમરણાંત ઉપવાસના ૧૩માં દિવસે હાર્દિક પટેલને રાજ્યભરમાંથી ભારે સમર્થન મળી રહ્યું છે અનેક લોકો હાર્દિકના સમર્થનમાં આવી ચઢતા સરકાર ભીંસમાં મૂકાય તેવી સ્થિતિ પેદા થઈ છે. બીજી તરફ પોલીસની કામગીરી પણ વધી ગઈ છે. પોલીસ ખડેપગે ચુસ્ત બંદોબસ્તની કામગીરીમાં સક્રિય થઈ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં સરકાર વિરૂદ્ધ દેખાવ કરનારા ર૦૦ જેટલા લોકોની બાઈકો ડિટેઈન કરાઈ છે.
અનામત આંદોલન અને ખેડૂતોના પ્રશ્ન માટે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૩મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં નેતા અને સામાન્ય લોકો આવી રહ્યા છે.હાર્દિક પટેલના અનામત તથા ખેડૂતોની દેવા માંફીને લઇને ઉપવાસ પર બેઠો છે. સરકાર હાર્દિકની માંગ વિશે વિચારણા કરે તે માટે રાજ્યમાં અનેક જગ્યાઓ પર પાટીદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે અરવલ્લીના બાયડમાં પાટીદાર યુવાનો દ્વારા મંજૂરી વિના રેલી કાઢતા હોબાળો થયો છે.
આ હોબાળામાં પોલીસે ૨૦ પાટીદારોની અટકાયત કરી છે. તથા ૨૦૦ જેટલી બાઇકો ડિટેઇન કરવામાં આવી છે. આ પાટીદાર યુવાનો હાર્દિકના સમર્થનમાં આવેદન પત્ર આપી રેલી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમની પોલીસે અટકાયત કરી લીધી છે.
હાર્દિકની માંગને સરકાર માને તેને લઇને મોરબી રાજકોટ હાઇવે પણ પાટીદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાજકોટ તથા મોરબીમાં પાટીદારો હાર્દિકને સમર્થન આપવા માટે રોડ પર ઉતરી આવીને રસ્તાઓ રોકી રહ્યા છે. જ્યારે કાગદડી ગામ પાસે પાટીદાર સમાજના લોકોએ ચક્કાજામ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks