છત્તીસગઢ : ૨૦૧૪માં ભાજપના નેતાની ગૌશાળા ક્ષતિગ્રસ્ત જાહેર કરાઈ હોવા છતાં ૨ વર્ષમાં ૩૦ લાખની ગ્રાંટ અપાઈ

(એજન્સી) રાયપુર, તા.૧
છત્તીસગઢમાં ભાજપના નેતા હરીશ વર્માની ગૌશાળામાં ર૦૧૪થી ગોટાળા ચાલતા હતા. હાલમાં ભાજપ નેતાની ગૌશાળામાં ર૦૦થી પણ વધુ ગાયોના મોત થયા હતા. જેથી શગુન ગૌશાળા સામે ભારે આક્રોશ અને આરોપો થયા હતા. તેમ છતાં આ ગૌશાળાને ર૦૧પ-૧૬ના વર્ષમાં ૩૦ લાખનું સરકારે અનુદાન આપ્યું હતું. તેમજ ર૦૧૭માં પણ અનુદાન આપ્યું હતું. ર૦૧૪માં શગુન ગૌશાળા સામે ગેરરીતિઓની ફરિયાદ મળી હતી. લોકાયુકતે તપાસ આરંભી હતી. જેમાં ગેરરીતિઓ બહાર આવી હતી અને અનુદાન બંધ કરવા માટે ભલામણ કરાઈ હતી છતાં સરકારે અનુદાન ચાલુ રાખ્યું હતું. લોકાયુકતની તપાસમાં બહાર આવ્યું હતું કે, ગૌસેવા આયોગ તરફથી મળેલ અનુદાન ચારો, પાણી, દવા અને રખરખાવ માટે યોગ્ય રીતે વપરાયું ન હતું. ગૌશાળામાં ગેરવહીવટ જોવા મળ્યો. ભાજપ નેતાની ગૌશાળામાં ૧૮ ઓગસ્ટના રોજ ગાયોના સામૂહિક મોતની ઘટના બાદ સરકાર ચોંકી ઉઠી ભાજપના નેતાની ધરપકડ કરાઈ અને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયો. લોકાયુકતે રાજ્યભરની ઘણી બધી ગૌશાળાઓમાં ગરબડ જોઈ હતી તેની નોંધ લઈ સરકારને અહેવાલ સુપ્રત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks