ર૦૧૯ની ચૂંટણી પહેલાં રાષ્ટ્ર રક્ષા યજ્ઞ કરીને દેવોને રિઝવવાનો ભાજપનો પ્રયાસ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ભારતીય જનતા પાર્ટીએ ર૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી લીધી છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પોતાનો ઝંડો ફરકાવવા માટે બીજેપી અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. બીજેપી માત્ર સામાન્ય જનભાવના પાસેથી જ નહીં પરંતુ દેવીય મદદથી પણ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરતી નજરે પડી રહી છે.
ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં મેદાન મારવા માટે બીજેપી લાલ કિલ્લા પર મહાયજ્ઞ કરવા ઈચ્છે છે. એક સપ્તાહ કરતાં પણ લાંબા ચાલનારા આ યજ્ઞનું નામ ‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’ હશે. ટોચના નેતાઓના હિસાબે આ યજ્ઞ રાષ્ટ્ર ભાવના પ્રજ્જવલિત રાખશે અને ચૂંટણીનો મુદ્દો પણ આ જ હશે એટલે કે બીજેપી ર૦૧૯ માટે રાષ્ટ્રવાદને જ મુખ્ય મુદ્દો બનાવવા જઈ રહી છે. બસ હવે રાહ તો માત્ર પીએમ મોદીની મંજૂરી મળવાની જોવાઈ રહી છે. મંજૂરી મળ્યા બાદ યજ્ઞની અંતિમ તૈયારીઓ શરૂ થઈ જશે. આ યજ્ઞનું આયોજન સ્થળ દિલ્હીના લાલ કિલ્લાના પ્રાંગણને બનાવવા પર વિચાર થઈ રહ્યો છે. આ સ્થળની પસંદગી ઘણા જ વિચાર વિમર્શ બાદ કરવામાં આવી છે. બીજેપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે આ યજ્ઞ ૮ માર્ચથી શરૂ થઈને ૧પ માર્ચ સુધી ચાલુ રહેશે. પીએમ મોદી આ યજ્ઞમાં પહેલી આહુતિ આપશે. ઉલ્લેખનીય છે કે આ જ એ સમય છે જ્યારે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ થશે. બીજેપી ઈચ્છે છે કે યજ્ઞોથી બનેલા માહોલનો રાજકીય ફાયદો ઉઠાવવામાં આવશે.
લાલ કિલ્લાના પ્રાંગણમાં યોજાનાર આ યજ્ઞમાં ૧૦૮ હવન કુંડ બનાવવામાં આવશે. આ યજ્ઞને પાર્ટીના જ કાર્યકર્તા ડિઝાઈનર તૈયાર કરશે પરંતુ તેમાં હોલિવુડ અથવા બોલીવૂડના પણ કોઈ નામાંકિત ડિઝાઈનરની મદદ પણ લઈ શકાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks