નવી દિલ્હી,તા.૭
વેસ્ટ ઇન્ડિઝે ત્રીજા દિવસે અહીં બંગલાદેશને પ્રથમ ટેસ્ટમાં એક દાવ અને ૨૧૯ રનથી હરાવી દીધું હતું. બંગલાદેશની ટીમ પ્રથમ દાવમાં ફક્ત ૪૩ રનમાં આઉટ થયા બાદ વિન્ડિઝે ઓપનર ક્રેગ બ્રેથવેઇટના ૧૨૧ રનની મદદથી ૪૦૬ રન બનાવ્યા હતા.કૅરેબિયનોના ૩૬૩ રનની સરસાઈના બોજ તળે દબાઈ ગયેલું બંગલાદેશ ગઈ કાલે બીજા દાવમાં ૧૪૪ રનના સ્કોર પર આઉટ થઈ ગયુંં હતું. કૅરેબિયન ફાસ્ટ બોલર શેનન ગૅબ્રિયલે પાંચ તેમ જ જેસન હોલ્ડરે ત્રણ અને મિગ્વેલ કમિન્સે બે વિકેટ લીધી હતી.પ્રથમ દાવમાં ફક્ત આઠ રનમાં પાંચ વિકેટ લેનાર કીમાર રૉચને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
Facebook
0
Twitter
0