Gujarat

રર વર્ષના કુશાસનથી કંટાળેલી પ્રજા ભાજપને જાકારો આપશે

અમદાવાદ, તા.૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચારાર્થે આવેલા કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ આજે સુરત ખાતે ભાજપ પર સીધા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તનની જે હવા ફુંકાઇ રહી છે, તે સંકેત છે. હું ગુજરાતનો જમાઇ છું. વિશ્વની સૌથી મોટી શકિત હોય તો એ છે પ્રજા તંત્ર. છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં જે કૌભાંડો ચાલી રહ્યા છે, તેનો આ વખતે ગુજરાતની જનતા પર્દાફાશ કરશે. ગુજરાતની જનતા ભાજપને જાકારો આપી કોંગ્રેસની પોતાની સરકાર બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે ખેડૂતોની હાલત કફોડી અને દુઃખી છે. આજે વીજળી, પાણી અને ઉત્પાદનના ભાવો વધી ગયા છે પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો કે ટેકોના પૂરતા અને યોગ્ય ભાવો મળતા નથી કે નથી પાક વીમાની રકમ મળતી. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના ટેકાના ભાવ રૂ.૧૫૦૦ થી ૨૦૦૦ સુધી લઇ જવાની વાત કરી હતી પરંતુ તેનું પાલન થયું નથી. આના કરતાં કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને રૂ.૧૩૦૦નો ભાવ ચૂકવાતો હતો. આ જ પ્રકારે, શાકભાજી અને ફળફળાદિમાં પણ ખેડૂતો નુકસાનીની સાથે સાથે સરકારનો માર સહન કરી જીવવા મજબૂર બન્યા છે. ખેડૂતોના શોષણ અને કૃષિવિરોધી નીતિને લઇ આજે ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. કોંગ્રેસના યુવા નેતા સિંધિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત મોડેલની વાત કરીએ તો, એ કોઇની અમાનત કે જાગીર નથી. એ જનતાની અમાનત છે. સુરતના હીરા-ઉદ્યોગમાં આજે ૫૦ હજારથી વધુ લોકો બેરોજગાર બન્યા છે, તો દેશભરમાં આજે લાખો યુવાનો બેરોજગારી સામે ઝઝુમી રહ્યા છે અને રોજગારી માટે તરસી રહ્યા છે. નોટબંધી, જીએસટી સહિતના વિવાદીત નિર્ણયોને લઇ દેશની અર્થવ્યવસ્થા નષ્ટ થઇ અને રાષ્ટ્રનો જીડીપી ગ્રોથ રેટ ઘટી ગયો. ગુજરાતમાં પણ ભાજપના છેલ્લા ૨૨ વર્ષના કુશાસનથી પ્રજા કંટાળી ગઇ છે અને તેથી હવે આ વખતની ચૂંટણીમાં પ્રજા ભાજપને જાકારો આપશે. ભાજપથી કંટાળેલી જનતા નારા લગાવી રહી છે કે, કમળનું ફુલ, હમારી ભૂલ. ભાજપે પ્રજાના આ આક્રોશ પરથી જનમત સમજી લેવાની જરૂર છે. અયોધ્યા મામલે પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં કોંગ્રેસના યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, અયોધ્યા મામલો સબજયુડીશ છે. સુપ્રીમકોર્ટ જે કંઇ નિર્ણય લેશે તે બધાને સન્માનીય રહેશે. કપિલ સિબ્બલ આ કેસમાં કોઇ પક્ષકાર તરીકે હાજર થાય છે અને તે માટે તેઓ સ્વતંત્ર છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.