Gujarat

હાર્દિકના સમર્થનમાં જામનગર જિલ્લા કોંગ્રેસ ર૪ કલાકના પ્રતીક ઉપવાસ

(સંવાદદાતા દ્વારા) જામનગર, તા. ૭
અમદાવાદમાં હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. તેના ઉપવાસ આંદોલનના સમર્થનમાં અને ગુજરાત રાજ્યના ખેડૂતોના પ્રશ્નો અંગે રાજ્ય વ્યાપી ૨૪ કલાકના ઉપવાસનું એલાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સવારે ૧૧ વાગ્યાથી ૨૪ કલાકના ઉપવાસ શરૃ કરવામાં આવ્યા છે. આ ઉપવાસ આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા, ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા, કે.પી.બથવાર, લલીતભાઈ પટેલ, દિગુભા જાડેજા, અનિલ વાઘેલા, સિદ્ધરાજસિંહ પરમાર, મશરીભાઈ, તેજસ દોઢિયા, શહેર પ્રમુખ ગિરીશભાઈ અમેથીયા, પ્રદેશ મંત્રી યુસુફભાઈ ખફી, કોર્પોરેટર દેવશીભાઈ આહિર, અલતાફભાઈ ખફી, આનંદભાઈ રાઠોડ, ઉપેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજ જાડેજા, બાલાભાઈ રાઠોડ, પૂજાબેન નકુમ, અલ્કાબેન ભડોરીયા, વગેરે આગેવાનો કાર્યકરો જોડાયા છે.
ગુજરાત રાજ્યમાં ખેડૂતોની દેવા માફી, ગરીબ વર્ગને અનામતના લાભ અને યુવા વર્ગને અનામતના લાભ અને યુવાવર્ગને રોજગારીની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ચોવીસ કલાકનું ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.