Gujarat

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરના કારખાનામાં આગ ભભૂકી : રપ મશીન બળીને ખાખ

(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૭
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા એક કારખાનામાં અકસ્માતે આગ ભભૂકી હતી. જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા કોમેટ મેટલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણના પગલે દોડી ગયેલા ફાયરના જવાનો વિનાયક કોલ્ડ સ્ટોરેજ સામે આવેલા આ કારખાના સુધી પહોંચ્યા હતા પરંતુ આ કારખાનું સેલરમાં આવેલું હોય તેમાં પ્રવેશવું મુશ્કેલ બન્યું હતું. આમ, છતાં ફાયરબ્રિગેડે અગ્નિશમનની પૂર્ણ તૈયારીઓ આરંભી બહારના ભાગમાં પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. સતત બે ગાડી વડે પાણીનો મારો ચલાવાતા દોઢેક કલાકની જહેમત પછી આગ કાબૂમાં આવી ગઈ હતી. આગના કારણે તે કારખાનામાં પડેલી મશીનરી પૈકીના પચ્ચીસ મશીનો અને ઓફિસનો કેટલોક માલ-સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. કારખાનાના માલિક મહિપતભાઈ મોલિયાએ આગ અકસ્માતે લાગી હોવાનું ફાયર બ્રિગેડને જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.