કેન્ડી,તા. ૨૫
પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન શ્રીલંકા પર ભારતે ત્રણ વિકેટે જીત મેળવી શ્રેણીમાં ૨-૦ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. જીતવા માટેના ૨૩૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે મુશ્કેલ સ્થિતીમાંથી નિકળ્યા બાદ સાત વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર શાનદાર બેટિંગ કરી હતી. તે ૪૫ રને અણનમ રહીને ભારતને મેચ જીતાડી ગયો હતો.ધોનીએ કટોકટીમાં ૬૮ બોલમાં ૪૫ રન બનાવ્યા હતા.આની સાથે જ ધોનીએ મેચ ફિનિશર તરીકેની સાબિતી આપી હતી. તેની સાથે ભુવનેશ્વરે પણ યાદદાર ઇનિગ્સ રમી હતી. ભુવનેશ્વરે અણનમ ૫૩ રન કર્યા હતા.ભારતે એક વખતે સાત વિકેટ માત્ર ૧૩૧ રનમાં ગુમાવી દીધી હતી.ભારત તરફથી ધવને ૪૯ અને રોહિત શર્માએ ૫૪ રનની ઇનિગ્સ શરૂઆતમાં રમી હતી સાથે સાથે સારી શરૂઆત આપી હતી. જો કે ત્યારબાદ ભારતનો ધબડકો થયો હતો. રાહુલ ચાર, જાધવ ૧ અને કોહલી ચાર રન કરીને આઉટ થયા હતા. પંડ્યા શુન્યમાં આઉટ થયો હતો. ત્યારબાદ ધોની અને ભુવનેશ્વર કુમારે શાનદાર બેટિંગ કરીને ભારતને જીત અપાવી હતી. બન્નેએ ૧૦૦ રનની ભાગીદારી નોંધાવી હતી. ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધારે ભારતે મેચ સાત વિકેટે જીતી લીધી હતી.શ્રીલંકા તરફથી અંકિલા ધનાજંયે ૫૪ રન આપીને છ વિકેટ ઝડપી હતી. એક વખતે એવુ લાગતુ હતુ કે ભારત મેચ હારી જશે પરંતુ ધોની અને ભુવનેશ્વર કુમારે આઠમી વિકેટની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. અગાઉ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૩૬ રન બનાવ્યા હતા. ભારત તરફથી બુમરાહે ૪૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ભારતે હવે શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. દામ્બુલા ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ચેમ્પિયન જેવો દેખાવ કર્યો હતો અને શ્રીલંકાને નવ વિકેટે કચડી નાંખવામાં સફળતા મેળવી હતી. શ્રીલંકાની ટીમ વન ડે રેન્કિંગમાં હાલ આઠમા ક્રમાંકે ફેકાઇ ગઇ છે. વર્ષ ૨૦૧૪માં બન્ને દેશો વચ્ચે છેલ્લે વનડે શ્રેણી રમાઇ હતી. જેમાં ભારતે શ્રેણી ૫-૦થી જીતી લીધી હતી. આ શ્રેણીમાં પણ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આવો જ ઇરાદો ધરાવે છે. ભારતે શ્રીલંકાનો છેલ્લે ૨૦૧૫માં પ્રવાસ કર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર થયા બાદ ભારતીય ચાહકો નિરાશ થયા હતા. શ્રીલંકાની જમીન ઉપર વિરાટ કોહલીની સેનાએ ટેસ્ટ શ્રેણીમાં હાલમાં ઇતિહાસ રચ્યો હતો. હતો. ૮૫ વર્ષ બાદ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમે ક્લીનસ્વીપ કરીને ટ્રોફી જીતી હતી. ટીમ ઇન્ડિયાએ કેન્ડીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ફોલોઓન થયા બાદ મેદાનમાં ઉતરેલી યજમાન શ્રીલંકાની ટીમને એક ઇનિંગ્સ અને ૧૭૧ રને હાર આપી હતી. કોલંબોના સિંઘાલી સ્પોટ્ર્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકા ઉપર એક ઇનિંગ્સ અને ૫૩ રને ભારતે જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. દુનિયાની નંબર વન ટીમ ભારતે સતત આઠમી શ્રેણી જીતી છે. ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાની જમીન પર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૦થી શ્રેણી ગુમાવી દીધા બાદથી ટીમ ઇન્ડિયાએ કોઇપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. ગોલના મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે યજમાન શ્રીલંકા પર ૩૦૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ પણ મેળવી લીધી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ વન ડે મેચોની શ્રેણીની અંતિમ વનડે મેચ ત્રીજી સપ્ટેમ્બરના દિવસે રમાનાર છે. ત્યારબાદ એકમાત્ર ટ્વેન્ટી મેચ રમાશે. તમામ વનડે મેચો ડેનાઇટ હોવાના કારણે બપોરે ૨.૩૦ વાગે શરૂ થશે. ધોનીએ સાનદાર દેખાવ કરીને ફરી ટિકાકારોને શાંત કરી દીધા છે. ધોની પર શાનદાર દેખાવ કરવા માટે હાલમાં દબાણ રહેલુ છે. ધોની પણ તક મળતાની સાથે સારો દેખાવ કરી રહ્યો છે. કેન્ડીના મેદાનમાં શાનદાર દેખાવ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેના દેખાવની પ્રશંસા કરી હતી. ધોની આગામી વર્લ્ડ કપમાં રમી શકશે કે કેમ તેને લઇને હાલમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે તેની આ ઇનિગ્સ તમામને જવાબ આપે છે. મેન ઓફ ધ મેચ તરીકે ધનાજંયાની પસંદગી કરવામાં આવી હતી.