(એજન્સી) ગ્વાલિયર,તા.૧૭
મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગ્વાલિયર જિલ્લા સત્ર ન્યાયાલયમાં ચોથા વધારાના ન્યાયાધીશને નોકરીથી બરતરફ કરવામાં આવ્યા છે.
બર્ખાસ્ત ન્યાયાધીશનું નામ મનોજકુમાર છે અને તે યુપીના રહેવાસી છે. હાઈકોર્ટે અવર સત્ર ન્યાયાધીશના પદ પર વકીલો પર સીધી ભરતી માટે મે,ર૦૧૭માં જાહેરાત બહાર પાડી હતી. ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળેલ સમાચાર અનુસાર ગાઝિયાબાદના મનોજકુમારને ચોથા અતિરિક્ત જિલ્લા ન્યાયાધીશના પદ પર નિયુક્તિ મળી હતી, તેમને ગ્વાલિયરના જિલ્લામાં પદસ્થ કરવામાં આવ્યા હતા.
જ્યારે તેમણે આ ભરતી માટે ફોર્મ ભર્યું હતું ત્યારે બાળકોની જાણકારી આપી ન હતી. નિયુક્તિ બાદ મનોજ કુમારે હાઈકોર્ટને જાણકારીમાં જણાવ્યું કે તેમના ત્રણ બાળકો છે. જેથી તેમને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા.
મધ્યપ્રદેશ હોઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ મો. ફહીમ અનવરના જણાવ્યાનુસાર સરકારી નોકરીના ફોર્મમાં વૈવાહિક સ્થિતિ પૂછવામાં આવે છે અને જો વિવાહિત છે તો બાળકીની જાણકારી આપવાની રહે છે. ચોથા અતિરિક્ત ન્યાયધીશ મનોજકુમાર બેથી વધુ બાળકોના પિતા છે, તેમને સેવાથી બરખાસ્ત કરવાની નોટિસ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ સરકારે જનસંખ્યા નિયંત્રણ માટે વર્ષ ર૦૦૧માં કાયદો બનાવ્યો હતો. જે મુજબ વર્ષ ર૦૦૧ બાદ એવી જ વ્યક્તિ અરજી કરી શકે છે, જેના અધિકતમ બે બાળકો છે, બેથી વધુ બાળકો હોય એ વ્યક્તિ સરકારી નોકરી કરી શકતી નથી.