માળિયામિંયાણામાં યુવાનને ટ્રેક્ટર સાથે બાંધી ઢોરમાર મારનાર ત્રણ ઝડપાયા

માળિયામિંયાણા, તા.૮
માળીયા પાંચ દિવસ પૂર્વે માળિયામાં જંગલરાજ હોય તેવા સીન સપાટા કરી માછીમાર યુવાનને ટ્રેકટર સાથે બાંધી જંગલિયત આચરનાર ત્રણ ઇસમોને તાત્કાલિક શોધી કાઢવા રાજકોટ રેન્જ આઈજીએ કરેલા આદેશને પગલે માળિયા પોલીસે સમગ્ર વાંઢ વિસ્તાર ખુંદી વાળી આજે ગુલાબડી વાંઢ વિસ્તારમાંથી ત્રણેયને દબોચી લેવામાં સફળતા મેળવી છે પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના નાગાવાળી વિસ્તારમાં ગત તા.૨ ડિસેમ્બરના રોજ માછીમારી કરવા ગયેલા જૂના હંજિયાસર ગામે રહેતા રફીક દોસમામદભાઈ ખોળ ઉ.૩૨ વાળાને આ વિસ્તારમાં માછીમારી નહીં કરવાનું જણાવી ડિઝલચોરીનું આળ લગાવી અલારખા હુસેનભાઈ સઘવાણી રહે.હંજિયાસર સોકતઅલી અયુબભાઇ મોવર રહે.મોરબી તથા મકો કરીમભાઇ મોવર રહે.માળિયા મિંયાણાવાળાએ ટ્રેકટર સાથે ઢોર મારમારી સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લેતા વાયરલ થયેલા આ વીડિયોથી હડકંપ મચી ગઇ હતી અને ખૂદ રેન્જ આજી સંદીપકુમાર સિંહે આરોપીઓને તાત્કાલિક પકડવા આદેશ કર્યો હતો બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રેન્જ આઇજીએ તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા આદેશ કરતા માળિયા પોલીસે આરોપીઓને વાંઢ વિસ્તારમાં છુપાયેલ હોવાની બાતમીને પગલે અલગ અલગ ટીમો બનાવી સમગ્ર વાંઢ વિસ્તારને ખૂંદી નાખ્યો હતો અને આજે ગુલાબડી વાંઢ વિસ્તારમાંથી ત્રણેય શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks