National

કાશ્મીરમાં રમઝાનમાં પણ શાંતિ નથી અથડામણમાં નાગરિક, સૈનિક, ૩ ઉગ્રવાદીના મોત

(એજન્સી) તા.૧૬
સુરક્ષા દળને જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરૂવાર સવારે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર ખાલિદ સહિત ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. દલીપોરા વિસ્તારમાં સવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળનો એક જવાન પણ શહીદ થયો છે. સાથે જ એક નાગરીકનું પણ મોત થયું છે. દરમિયાન કાશ્મીરી અલગતાવાદીઓએ શુક્રવારે બંધનું આહ્‌વાન કર્યું છે. માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાં સામેલ જૈશ કમાન્ડર ખાલિદ ૨૦૧૭ના લેથપોરા હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ ઉપરાંત સેનાના બે જવાન સહિત ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. એન્કાઉન્ટર બાદ અથડામણ અને પ્રદર્શનના કારણે પુલવામામાં સુરક્ષાને ધ્યાનમાં રાખી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. સાથે જ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એન્કાઉન્ટરના શરૂઆતના તબામાં ત્રણ સૈનિકો અને બે ભાઇઓ મોહમ્મદ યૂનિસ ડાર અને રઇસ અહમદ ડાર ઘાયલ થઇ ગયા હતા. અધિકારીએ કહ્યું કે, રઇસની તક પર જ મોત થઇ ગઇ છે. જ્યારે તેના ભાઇ યૂનિસની પાસે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાં તેને વધુ સારવાર માટે શ્રીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે, ઘાયલ જવાનોને સેનાના ૯૨ બેસ હોસ્પિટલ બાદામીબાગ શ્રીનગર લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમાંથી એક જવાનનું મોત થયું છે. ઘાયલ સૈનિકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહની સાથે હથિયાર અને દારૂગોળો પણ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો છે. અધિકારીએ માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કર્મબીદ પુલવામાના નસીર પંડિત, બેતિયાપોરા શોપિયાંના ઉમર મીર અને પાકિસ્તાનના ખાલિદ ભાઇના રૂપમાં કરી છે. માર્યા ગયેલા આતંકી જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનથી સંબંધિત હતા. પોલીસ સૂત્રોએ કહ્યું કે, ખાલિદ ભાઇ ગત આઠ વર્ષોથી કાશ્મીરમાં સક્રિય હતો અને તેને ઠાર માર્યો તે એક મોટી સફળતા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જૈશ સંગઠનના ટોપ કમાન્ડર ખાલિદ ભાઇ ૨૦૧૭માં લેથપોરામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા ફિદાયીન હુમલામાં સામેલ હતો. આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. ખાલિદને હુમલાનો માસ્ટરમાઇન્ડ જણાવવામાં આવી રહ્યો છે. પોલીસે કહ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળ્યા બાદ એન્કાઉન્ટર શુરૂ થયું હતું. પોલીસે કહ્યું કે, પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ પર છુપાયેલા આતંકવાદીઓએ ત્યારે ફાયરિંગ કર્યું જ્યારે દલીપોરા ગામમાં એક ઘરને ઘેરવામાં આવ્યું અને તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.