(એજન્સી) પાપુઆ, તા.૧૬
એક અધિકારીએ જણાવ્યા મુજબ ઈન્ડોનેશિયાના ગ્રામીણોને મગરોના એક પ્રજનન તળાવમાં એક મગર દ્વારા એક વ્યક્તિના મૃત્યુનો બદલો લેવા ર૯ર મગરોની હથોડા અને ચાકુથી હત્યા કરી. સમાચાર અહેવાલોમાં પ્રસારિત તસવીરો મગરોના મૃતદેહનો ઢગલો જોવા મળ્યો. પશ્ચિમી પાપુઆની પ્રાકૃતિક સંસાધન સંરક્ષણ એજન્સીના પ્રમુખે જણાવ્યું કે, ૪૮ વર્ષીય પીડિતે મગરોના ખેતરમાં પશુઓના ચારા માટે પ્રવેશ કર્યો હતો ત્યારે મગરે તેના પર હુમલો કર્યો હતો. શનિવારે મૃતકની દફનવિધિ બાદ ગ્રામીણોએ ખેતરમાં પ્રવેશી તમામ મગરોની હત્યા કરી હતી. નોંધનીય છે કે, આ તળાવ સરકાર દ્વારા સંરક્ષિત છે. આ મુદ્દે પોલીસ તપાસ હાથ ધરાશે.
Facebook
0
Twitter
0