કિકાકુઈ ગામના પાટિયા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૩૪ મુસાફરોને ઈજા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
સોનગઢ પાસે નેશનલ હાઇવે પર કિકાકુઈ ગામના પાટીયા પાસે આજે મળસ્કે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લક્ઝરી બસના ૩૪ મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા તેઓને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ૭ મુસાફરોની તબીયત વધુ લથડતાં તેઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે સોનગઢ-વ્યારા નેશનલ હાઈવે પર આવેલ કિકાકુઈ પાટીયા નજીક લક્ઝરી બસ અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. નાગપુરથી સુરત આવતી લક્ઝરી બસના મુસાફરોને અકસ્માતમાં નાની મોટી ઈજાઓ થઈ હતી. દુર્ઘટના વખતે ત્યાંથી પસાર થઈ રહેલ અન્ય વાહન ચાલકોએ તાત્કાલિત મદદ કરીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ગામના લોકો સ્થળ ઉપર દોડી આવી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ દુર્ઘટના અંગે પોલીસ ૧૦૮ અને નેશનલ હાઈવેના કર્મચારીઓને જાણ થતાં તાત્કાલિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સોનગઢ પોલીસ ઉપરાંત મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચીને દુર્ઘટનામાં ઘવાયેલા ૩૪ જેટલા મુસાફરોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ૩૪ ઈજાગ્રસ્તો પૈકી ૧ બાળકી સહિત ૭ની તબીયત લથડતા તેને વધુ સારવાર માટે વ્યારા રેફરલથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં ડ્રાઈવર ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. સોનગઢ પોલીસ દ્વારા દુર્ઘટના અંગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks