૩૫૦૦ રોહિંગ્યા મુસ્લિમોએ મ્યાનમારમાંથી બાંગ્લાદેશમાં હિજરત કરી

(એજન્સી) ઢાકા, તા.૨૪
બાંગ્લાદેશના રોહિંગ્યા મુસ્લિમ સમુદાયના નેતાઓના જણાવ્યા અનુસાર, મ્યાનમારના અધિકારીઓએ દસ દિવસ પહેલા રાખિનેના પશ્ચિમ રાજ્યમાં એક સૈન્ય નિર્માણની જાહેરાત કર્યા બાદ લગભગ ૩૫૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમોે દેશમાં આવી પહોેંચ્યા છે. રોહિંગ્યા શરણાર્થીઓ નાફ નદીની નજીક આવેલા કોક્સ બજારના ભીડભાડવાળા વિસ્તારોમાં લાગેલા કેમ્પમાં આવી પહોંચ્યા હતા. નાફ નદી મ્યાનમાર અને બાંગ્લાદેશને અલગ કરે છે. આ ઉપરાંત મ્યાનમારમાં હિંસાને ટાળવા માટે સુરક્ષાનો બંદોબસ્ત કરવા, અધિકારીઓએ રાખિનેના મુસ્લિમ બહુમતી ધરાવતા ઉત્તરીય ભાગોમાં ૫૦૦ સૈનિકો તૈનાત કર્યા છે. અબ્દુલ ખાલેદ નામના એક રોહિંગ્યા નેતાએ જણાવ્યુું કે, લગભગ ૩૦૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમો તેમના ગામ રાખિનેમાંથી અહીં આવી પહોંચ્યા છેે. આ કેમ્પ નદીની નજીક છે, કે જ્યાં બાંગ્લાદેશમાં પહેલીવાર આવતાં મોટાભાગના શરણાર્થીઓ આશ્રય લેતા હોય છે. કમલ હોસ્સેન નામના એક અન્ય રોહિંગ્યા નેતાએ જણાવ્યું કે, છેલ્લા ૧૧ દિવસમાંં બાંગ્લાદેશમાં લગભગ ૭૦૦ જેટલા પરિવારોએ સ્થળાંતર કર્યું છે. આ કેમ્પમાં વધારે જગ્યા ના હોવાથી કેટલાય લોકો બહાર ખુલ્લી જગ્યામાં સૂઈ રહ્યાં છે. સુરક્ષા અંગે મ્યાનમારે દાવો કરતાં જણાવ્યું છે કે, સૈન્ય નિર્માણનો હેતુ માત્ર સુરક્ષા વધારવાનો હતો. પરંતુ સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે, સૈન્ય નિર્માણ જેવા સુધારાઓ અને વિકાસ એ ચિંતાનું મુખ્ય કારણ છે. ૯ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ દેશની સરહદના એક ગાર્ડ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૯ પોલીસકર્મીઓ મોતને ભેટ્યા હતા. આ હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. આ હુમલા માટે સરકારે રોહિંગ્યાઓને જવાબદાર ઠેરવ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ અનુસાર, મ્યાનમારમાં જ્યારથી લશ્કરી દળો દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારથી અત્યાર સુધીમાં મુસ્લિમ બહુમતી ધરાવતા ઉત્તરીય રાખિનેમાંથી લગભગ ૭૫,૦૦૦ જેટલા લોકોએ બાંગ્લાદેશમાં સ્થળાંતર કર્યું છે અને જ્યારથી આ લશ્કરી ઝુંબેશ ચાલી રહી છે, ત્યારથી રોહિંગ્યા મુસ્લિમોને યાતનાઓ પણ સહન કરવી પડી રહી છે. ઉપરાંત લશ્કરી દળો દ્વારા રાખિને પહોંચવા સુધીના માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં પત્રકારો તથા સહાયકર્મીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts