૩૬ વર્ષથી અવિરત પદયાત્રા કરતા પર્યાવરણના પ્રેમીઓનું સુરેન્દ્રનગરમાં આગમન : શાળાઓની મુલાકાત લીધી

પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે

વઢવાણ, તા.૧

સમગ્ર વિશ્વ સામે આજે આતંકવાદની સાથે ગ્લોબલ વોર્મિગની એક વિકટ સમસ્યા ઊભી થઈ છે. એક તરફ વિશ્વ આતંકવાદની સમસ્યાની સામે લડી રહ્યું છે. જ્યારે બીજી તરફ માણસજાત દ્વારા જાણે-અજાણે પર્યાવરણને થયેલ નુકસાનના આજે ગંભીર પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. આવા સમયે લોકોમાં જાગૃતતા આવે અને પર્યાવરણની જાળવણી થાય તે માટે છેલ્લા ૩૬ વર્ષીથી નોપાળના લખીપુર ગામના અવધબિહારીલાલ પદયાત્રા દ્વારા લોકોને પર્યવારણ પ્રત્યે જાગૃત થવાનો સંદેશો આપી રહ્યા છે. તેમની આ યાત્રમાં તેમની સાથે અન્ય બે યુવાનો પણ જોડાયા છે.  ૩૬ વર્ષથી અવિરત પદયાત્રા કરતી આ ટીમના લોકો અત્યાર સુધીમાં ૧૧ દેશોમાં પગપાળા ફર્યા છે. આ ટીમ છેલ્લા પ મહિનાથી ગુજરાતના અનય જિલ્લામાં ફરી આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની સૌજન્ય મુલાકાતે આવેલ આ ટીમના લોકોને પર્યાવરણ જાગૃતિ માટે તેમણે હાથ ધરેલ આ યજ્ઞ સમાન મહા અભિયાનને જિલ્લા કલેકટર ઉદ્દીત અગ્રવાલે બિરદાવ્યું હતું તેમજ આરંભેલા આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે શુભેચ્છા પાઠવી હતી.  સુરેન્દ્રનગર ખાતે આવેલ આ ટીમના લીડર અવધ બિહારીલાલે તેમના આ જાગૃતિ અભિયાનની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, વિશ્વ શાંતિ અને પર્યાવરણની સુરક્ષાની સાથે સ્વચ્છતા, બેટી બચાવો સહિતની વિવિધ સામાજિક સમસ્યાઓ, કેશલેસ વ્યવહાર વગેરે બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે ૧૯૮૦થી આ પદયાત્રા આરંભી છે. અમારી સાથે અલગ અલગ પ ટીમમાં ર૦ જેટલા લોકો જોડાયા છે. જેમાં ૪ બહેનો પણ સામેલ છે. આ પદયાત્રિની અમારી ટીમ અત્યાર સુધીમાં ૧૧ દેશોમાં ફરીને રૂા.ર૦,૦૦૦ કિલોમીટરનો પગપાળા પ્રવાસ ખેડી લોકોમાં જાગૃતિ આવે તે માટે ૬ કરોડથી વધુ વૃક્ષો પણ વાવ્યા છે. અત્યાર સુધીમાં અનેક દેશો અને ભારતના ઘણા બધા રાજ્યોનો પ્રવાસ અમે કર્યા છે. પરંતુ ગુજરાતની ભૂમિ ઉપર અમે આવ્યા ત્યારથી અમને અનોખી શાંતિનો અનુભવ થયો છે. અહીના લોકોનો ભરપૂર પ્રેમ અમને મળ્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, અવધ બિહારીલાલની ટીમના અન્ય સભ્યો પૈકી લખનૌના જીતેન્દ્ર પ્રતાપ ૧૧ વર્ષની ઉંમરથી તથા ઉત્તરખંડ પાસેના ગામના રહેવાસી ખેડૂત પુત્ર મહેન્દ્ર પ્રતાપ ૧ર વર્ષની ઉંમરથી પરિવારને  છોડીને આ પદયાત્રામાં જોડાયા હતાં. હાલમાં જીતેન્દ્ર પ્રતાપની ઉંમર ૩૧ વર્ષની અને મહેન્દ્ર પ્રતાપની ઉંમર ૩૩ વર્ષની છે.  પોતાનો સમગ્ર પરિવાર પૂરમાં તણાઈ ગયા બાદ પોતાનું જીવન દેશ સમાજ માટે સમર્પિત કરી આ પદયાત્રા દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડવાનું સ્તુત્ય કાર્ય કરતાં અવધ બિહારીલાલ અને તેમની ટીમના સભ્યો સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળા-મહાશાળા અને સંસ્થાઓમાં જઈને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા અપીલ કરવાની સાથે વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યો સાથે લોકોને જોડવાનું સંનિષ્ઠ કાર્ય પણ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks