(એજન્સી) શ્રીનગર, તા. ૧
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાતા ૩૫ લોકોનાં મોત થયા છે. કિશ્તવાડમાં મુસાફરોથી ખચોખચ ભરેલી એક મીની બસ ઊંડી ખીણમાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તંત્ર અને સ્થાનિકોની મદદથી લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવમાં જોડાયેલા સૂત્રો અનુસાર મોતનો આંકડો વધે તેવી સંભાવના છે. સવારે ૮.૪૦ની આસપાસ આ બસ કેશવાનથી કિશ્તવાડ તરફ જઇ રહી હતી ત્યારે બસનો ટાયર રોડ પરથી ઉતરી જતા ઊંડી ખીણમાં પડી હતી જેના કારણે મોતનો આંકડો વધ્યો છે. ભીષણ દુર્ઘટનાને કારણે બસનો ભુક્કો થઇ ગયો છે. બીજી તરફ બચી ગયેલા લોકોની સ્થિતિ પણ ગંભીર છે અને મોતનો આંકડો વધે તેવી દહેશત વ્યક્ત કરાઇ છે. અનેક લોકોને એરલિફ્ટ કરીને બહાર લવાયા હતા. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કિશ્તવાર માર્ગ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે વળતર આપવાની જાહેરાત કરી છે. રાજ્યપાલ મલિકે મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે સાથે ઘાયલ થયેલા લોકોને સર્વશ્રેષ્ઠ સુવિધા આપવાની જાહેરાત કરી છે. જે ઘાયલ લોકોને એરલિફ્ટ કરીને જમ્મુ રાજકીય મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા.
એક મીની બસ ઉંડી ખીણમાં ખાબકી જતા ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે દુર્ઘટનાગ્રસ્ત બસ કેશવાનથી કિશ્તવાડ તરફ જઇ રહી હતી. વચ્ચે આ બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. જમ્મુના આઇજીપી એમકે સિંહાએ કહ્યુ છે કે આ ભીષણ દુર્ઘટનામાં હજુ સુધી ૩૫ લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યુ છે.સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની સહાયથી બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. આ પહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે મોતનો આંકડો હજુ વધી શકે છે. આજે વહેલી સવારે સાઢા છ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. ઘાયલ થયેલા લોકોની સંખ્યા હાલમાં ૨૦ દર્શાવવામાં આવી રહી છે. મોતના આંકડા અંગે વિરોધાભાસી હેવાલ મળી રહ્યા છે. ઘાયલ થયેલા તમામ યાત્રીઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના બની ગયા બાદ મીની બસમાં ફસાઇ ગયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. માર્યા ગયેલા લોકોની ઓળખ હજુ સુધી કરી શકાઇ નથી.મીની