(એજન્સી) તા.ર
રવિવારે સવારે બિહારના સોપુલમાં નવી બનાવેલી એક સેપ્ટિક ટેન્કને સાફ કરતી વખતે ચાર મજૂરોનાં મોત નીપજ્યા હતાં. જોકે તેમના મોત પાછળનું કારણ ગૂંગળામણ જણાવાયું છે. આ ઘટના બિહારના સહર્સા જિલ્લામાં આવેલા સોનબરસા રાજ બજારમાં એક સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન ચારે મજૂરો અંદર પૂરાઈ જવા અને અંદર ગૂંગળાઇ જવાને કારણે બની હતી. અહેવાલ અનુસાર જ્યારે આ લોકો સેપ્ટિક ટેન્કની સફાઇ કરી રહ્યાં હતા ત્યારે તેઓએ અંદર ભાન ગુમાવી દીધું હતુંં. જોકે તેમને બહાર ન કાઢી શકવામાં આવતા તેઓનું દુઃખદ અવસાન થયું હતુંં. જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિકો તાત્કાલિક ધોરણે ધસી આવ્યા હતા અને તેમણે મજૂરોને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલે રવાના કર્યા હતા. પોલીસે જણાવ્યુંં કે અમને સ્થાનિકો દ્વારા જ જાણ કરવામાં આવી હતી કે સેપ્ટિક ટેન્કમાં આ ઘટના બની છે. અમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને મજૂરોનાં મોતની જાણ થતાં તેમને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. જોકે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે મૃતકોની ઓળખ મનોજ કુમાર(ર૬), રાકેશ બિશ્વાસ(ર૮), સુજિન કુમાર (ર૦) અને મુકેશ કુમાર(રર) તરીકે થઈ હતી. સોનવર્સા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતેના ડોક્ટર કુમાર વિવેકાનંદે કહ્યું હતુંં કે સેપ્ટિક ટેન્કમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસથી ભરાઇ ગઇ હતી અને આ જ કારણે મજૂરો ગૂંગળાઇ ગયા હતા. જોકે આવી બીજી ઘટના સિમરિયા ગામમાં પણ બની હતી. ત્યાં સેપ્ટિક ટેન્કમાંથી ઝેરી ગેસ લીક થતાં ચાર મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. આ માહિતી ત્રિવેણીગંજ પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશ્વર સિંહે આપી હતી.