Gujarat

જૂનાગઢ જિલ્લામાં NDRFની ૩ અને SDRFની એક સહિત ૪ ટીમો તૈનાત

જૂનાગઢ,તા.૧ર
વાવાઝોડાની સંભવત આફત સામે જૂનાગઢ જિલ્લાના તંત્રએ એલર્ટ થઈને આ સંભવિત પરિસ્થિતિને નિવારી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આગમચેતીના પગલા લીધા છે.
જૂનાગઢ જિલ્લાના માળિયા અને માંગરોળ વિસ્તારમાં કુલ ૪૬૫ વ્યક્તિઓનું આજે સવારે સાત વાગ્યા સુધીમાં સ્થાનાંતર કરવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી સમગ્ર સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને જિલ્લાના તમામ કંટ્રોલરૂમ રાઉન્ડઅપ ચાલુ છે. જિલ્લાના કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન રહે તે માટે કામગીરી અંગેની બેઠક પણ યોજવામાં આવી છે.
મંત્રી જવાહર ચાવડા પણ જિલ્લાના તંત્ર સાથે સંકલન કરી સમગ્ર પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.
જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમ અને એસ.ડી.આર.એફની એક ટીમ બોલાવવામાં આવી છે. આ ટીમ માંગરોળ ખાતે તેનાત રહેશે અને એક ટીમને જરૂર પડે તે માટે રીઝર્વ રખાશે.માંગરોળ તાલુકા હેલ્થ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે મળી સંભવિત વિસ્તારમાંથી સગર્ભાવસ્થા મહિલાને સલામત અને નક્કી કરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી છે.
માંગરોળ અને માળીયા તાલુકામાં ૭૦૦૦લોકોનું સ્થળાંતર
સંભવિત વાવાઝોડામાં કાચા મકાનમાં અને પતરાવાળા મકાનોમાં રહેતા લોકોને નુકસાન ન થાય અને વાવાઝોડા દરમિયાન તેમને ભોજન સહિતની વ્યવસ્થાઓ મળી રહે તે માટે સુરક્ષાના કારણોસર જિલ્લામાં સ્થળાંતરની કામગીરી ચાલુ છે.
માળિયા હાટીના તાલુકામાં આજે તારીખ ૧૨મી જૂન બપોરના બાર વાગ્યા સુધીમાં ૧૬૦૦ લોકો અને માંગરોળ તાલુકામાં ૫૭૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.