વડોદરા : બંધ મકાનમાંથી પ.૪૬ લાખની મતાની ચોરી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨
શહેરના નિઝામપુરા વિસ્તારની સોસાયટીનાં એક બંધ મકાનમાંથી ત્રાટકેલા તસ્કરો રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી રૂા.૫.૪૬ લાખની મત્તા ચોરી કરી ગયા હોવાની ફરિયાદ આજે ફતેગંજ પોલીસ ચોપડે નોંધાવા પામી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, નિઝામપુરા વિસ્તારમાં આવેલ સંતોષીનગરમાં રહેતાં અતુલભાઇ વિનયચંદ્ર કાકા બુધવારની મોડી સાંજે ઘર બંધ કરી પરિવાર સાથે બહાર ગયા હતા. તે દરમ્યાન આ તકનો લાભ લઇ ત્રાટકેલ તસ્કરે મકાનની પાછળનાં ભાગે આવેલ જાળીનાં દરવાજાનું તાળુ તોડી રસોડાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. નીચેનાં બેડરૂમમાંથી તેમજ ઉપરનાં માળે આવેલ બેડરૂમનાં લાકડાનાં કબાટમાંથી અને તિજોરીમાંથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૫.૪૬ લાખની મત્તા ચોરી કરી લઇ ગયા હતા. મોડીરાત્રે ઘરે પરત ફરેલ અતુલભાઇને ચોરીની જાણ થતા તેમણે આજે સવારે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પો.ઇ. એસ.જી. સોલંકીએ તપાસ આરંભી હતી. ચોરીની પાછળ કોઇ જાણભેદુનો હાથ હોવાનું પોલીસ માની રહી છે.
ચોરી

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks