Gujarat

જામનગરમાં મોબાઈલ ટાવરમાંથી વાયરની ચોરી કરતાં પાંચ શખ્સો ઝડપાયા

જામનગર, તા.રર
જામનગરના ખોડિયાર કોલોની તેમજ ગોકુલનગર વિસ્તાર અને મીઠોઈ, સિક્કા પાટિયા વગેરે સ્થળોએ આવેલા ખાનગી મોબાઈલ કંપનીઓના ટાવરના સ્થળોએથી કોપર વાયર કાપીને ચોરી જવામાં આવતો હોવાની ફરિયાદો પોલીસ દફતરે નોંધાયા પછી આ ટોળકીને પકડી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફના કરણસિંહ જાડેજા, સુરેશભાઈ આહિર તથા પદુભા જાડેજાને મળેલી બાતમીના આધારે જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી જેમાં લાલપુર તરફથી આવતી જીજે-૧૦-ટીડબલ્યુ ૧૭૪૧ નંબરની રિક્ષા તથા જીજે-૧૦-સીબી ૮૬૫૭ નંબરના બાઈકને આંતરી પોલીસે તેમાં રહેલા શખ્સોની અટકાયત કરી રિક્ષાની તલાશી લેતા તેમાંથી મોબાઈલ ટાવરમાં વપરાતા વાયર, કટર સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી આથી પોલીસે જામનગરના રડાર રોડ પર આવેલા નવાનગર-રમાં રહેતા વિજય ધનજીભાઈ ગુજરાતી ઉર્ફે રઘુ કોળી, અમિત મનસુખભાઈ ચુડાસમા ઉર્ફે મનિષ, પંકજ પ્રભુભાઈ કોળી, ગોપાલ ગોવાભાઈ કરમુર ઉર્ફે ભૂરો ગોપી તથા શૈલેષ મગનભાઈ દેવીપૂજકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે અને બંને વાહનો, વાયર મળી કુલ રૂા.પોણા બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.