છોકરીઓના અપહરણની વાત કરનાર ભાજપના ધારાસભ્ય કદમની જીભ કાપી લાવનારને પ લાખના ઈનામની કોંગ્રેસ નેતાની જાહેરાત

(એજન્સી) મુંબઈ, તા.૭
મહારાષ્ટ્રમાં દહીં-હાંડી ઉત્સવ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન કરનાર ભાજપના ધારાસભ્ય રામદાસ કદમની જીભ કાપી લાવનારને પ લાખનું ઈનામ આપવાની કોંગ્રેસ નેતાએ જાહેરાત કરી છે.
અહેવાલો મુજબ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સુબોધ સાઓજીએ બુલઢાનામાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં કહ્યું કે, રામદાસ કદમનું નિવેદન ધારાસભ્યની ગરિમાને અનુરૂપ નથી. તેથી તેમની જીભ કાપી લાવનારને પાંચ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરું છું.
ભાજપના નેતા રામદાસ કદમે યુવાનોને યુવતીઓના અપહરણમાં મદદ માટે જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારે વિવાદ ફાટી નીકળ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts