વોટ્‌સએપ પર પોતે મેસેજ મોકલ્યો ન હોવા છતાંય ર૧ વર્ષીય યુવાન પાંચ મહિનાથી જેલમાં બંધ

(એજન્સી) રાજગઢ, તા.ર૪
વોટ્‌સએપ ગ્રુપનો એડમિન બનવું પણ ખતરનાક હોઈ શકે છે કારણ કે આમાં થયેલ જરા પણ ચૂક જેલમાં મોકલી શકે છે. એવી જ એક ઘટના મધ્યપ્રદેશના રાજગઢથી સામે આવી છે. જ્યાં ભૂલથી (બાઈ ડિફોલ્ટ) ગ્રુપનો એડમિન બનેલો એ વ્યક્તિ ગત પાંચ મહિનાથી જેલમાં બંધ છે. રાજગઢના તાલેનમા રહેનાર ર૧ વર્ષીય જુનેદખાન બીએસસીનો વિદ્યાર્થી છે અને પોલીસે તેને વોટ્‌સએપ ગ્રુપમાં આપત્તિજનક મેસેજ ફોરવર્ડ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. તેની ૧૪ ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદથી તે જેલમાં સજા ભોગવી રહ્યો છે. જુનેદ પર આઈટી એકટની સાથે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હકીકતમાં રાજગઢના તાલેન વિસ્તારમાં રહેતો જુનેદખાનને પોલીસે ૧૪ ફેબ્રુઆરી ર૦૧૮ના વોટ્‌સએપ ગ્રુપમાં આપત્તિજનક મેસેજ ફોરવર્ડ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પરિજનોનું કહેવું છે કે, આપત્તિજનક મેસેજ ફોરવર્ડ કર્યા બાદ વાસ્તવિક એડમિને ગ્રુપ છોડી દીધું હતું અને જ્યારે પોલીસે કાર્યવાહી કરી તે સમય જુનેદ એડમિન બની ગયો હતો જેને કારણે પોલીસે તેની ધરપકડ કરી હતી. જુનેદની વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે ત્યાં જ સ્થાનિય લોકોએ વાસ્તવિક એડમિન ઈરફાનની વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ અનુસાર જ્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી ત્યારે તે મેસેજ માટે જવાબદાર છે. પણ જુનેદના ભાઈ ફારૂક અનુસાર આપત્તિજનક પોસ્ટ શેયર કરતાં સમયે એડમિન અને અન્ય ગ્રુપ મેમ્બર્સના ગ્રુપ છોડયા બાદ જુનેદ ઓટોમેટિક ગ્રુપ એડમિન બની ગયો હતો. દેશદ્રોહનો મામલો હોવાથી કોર્ટે જુનેદને જામીન આપવાનો ઈન્કાર કર્યો જેના કારણે તે બીએસસીની પરીક્ષા ન આપી શક્યો. આ મામલે તપાસ કરી રહેલા પચૌટ પોલીસ સ્ટેશનના પીઆઈ યુવરાજસિંહ ચૌહાને જણાવ્યું કે જુનેદના પરિજનોએ પહેલાં ન બતાવ્યું કે તે ડિફોલ્ટર એડમિન છે. હવે કોર્ટમાં ચલન થઈ ગયા બાદ તેઓ આ બતાવી રહ્યા છે. જુનેદના પરિવારો પાસે જો આ વાતનો પુરાવો હોય તો રજૂ કરે. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને ઈરફાનની પણ ધરપકડ કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks