પાંચ વર્ષ પહેલાં જ્યારે ન્યાય કરવામાં આવ્યો હતો અને એક પૂર્વ મંત્રીને હત્યા અને રમખાણોમાં દોષી જાહેર કરાયા હતા

(એજન્સી) તા.૩૦
પાંચ વર્ષ પહેલાં ર૯મી ઓગસ્ટ ર૦૧રના રોજ સ્પેશિયલ સેશન્સ કોર્ટનાં જજ જ્યોત્સનાબેન યાજ્ઞિકે ખૂબ જ કુખ્યાત નરોડા પાટિયા કેસ બાબતે ચુકાદો જાહેર કર્યો હતો. જે ઘટનામાં ધોળા દિવસે ૯૬ વ્યક્તિઓની ઘાતકી હત્યા કરાઈ હતી જે ઘટના ગુજરાતના ર૦૦રના રમખાણો દરમિયાન બની હતી. નરોડા પાટિયા અમદાવાદના બહારના વિસ્તારમાં આવેલ છે જે ઝોન ૪માં સ્થિત છે. ર૯મી ઓગસ્ટ ર૦૧૭ના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં માયા કોડનાનીએ દાખલ કરેલ અપીલમાં દલીલો રજૂ કરાઈ હતી. નરોડા પાટિયા કેસ અને ગુલબર્ગ કેસો ખૂબ જ ભયંકર ઘટનાઓને લગતા હતા જેણે સમગ્ર ગુજરાત રાજ્યને હચમચાવી દીધંુ હતું. ગોધરા પીડિતોના મૃતદેહોને વીએચપીના નેતા જયદીપ પટેલને સોંપાયા હતા અને એ પછી એમની પરેડ અમદાવાદમાં યોજાઈ હતી. આ પ્રકારની ૩૦૦ ઘટનાઓ ગુજરાતના રપમાંથી ૧૯ જિલ્લાઓમાં બની હતી. ર૯મી ઓગસ્ટ ર૦૧રના રોજ બચી ગયેલ મહિલાઓ જે સાક્ષીઓ પણ હતી એમણે ધમકીઓ અને ભય છતાં પણ ચુકાદાને વધાવી લીધો હતો. શું ફરીથી ન્યાય આપવામાં આવશે ? સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસે બચી ગયેલ લોકો વતી કોર્ટમાં રજૂઆત કરી હતી. એમની સીટ તરફે રજૂઆત કરનાર પ્રશાંત દેસાઈ હતા જેમાં ૩ર વ્યક્તિઓને દોષી ઠરાવવામાં આવી હતી જેમાં ભાજપના ધારાસભ્ય અને મોદી સરકારના મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી, બિપિન પંચાલ, અશોક સિંધી અને કિશન કોરાનીને પણ દોષી ઠરાવાયા હતા. ર૯ આરોપીઓને નિર્દોષ છોડી મૂકાયા હતા. સીજેપીએ હાઈકોર્ટમાં નિર્દોષ ઠરાવેલ આરોપીઓ વિરૂદ્ધ અપીલ કરી છે. આ પાંચ વર્ષ દરમિયાન ઘણા બધા વિવાદીત નિર્ણયો દ્વારા માયા કોડનાનીને જામીન મળ્યા હતા. પહેલાં હાઈકોર્ટે જામીન આપ્યા પછી સુપ્રીમકોર્ટે એને મંજૂરી આપી. આને પડકારવા માટે ફકત સીજેપી જ ઊભી રહી હતી. જજ જ્યોત્સનાબેન યાજ્ઞિકે બધા પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખી ૧૯૦૦ પાનાનો ચુકાદો આપ્યો હતો જે ચુકાદાની સર્વત્ર પ્રશંસા થઈ હતી. મોટાભાગના આરોપીઓ સામે ઈપીકોની કલમો ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮ની સાથે ૧૪૯, ર૯પ, ૪ર૭, ૪૩પ, ૪૪૦, ૧પ૩-એ(ૈૈ), ૩ર૩, ૩ર૬, ૩૦ર, ૩૦૭, ૧૪૯, ૧ર૦-(બી) અને બીપી એકટ ૧૩પ (ૈ), આરોપી સુરેશ લંગડાને કલમ ૩પ૪ અને ૩૭૬ હેઠળ પણ દોષી ઠરાવેલ હતા. માયા કોડનાનીને ઈપીકોની કલમો ર૯પ, ૪ર૭, ૪૩પ, ૪૩૬, ૪૪૦, ૧પ૩, ૧પ૩-એ (ૈૈ), ૩ર૩, ૩ર૪, ૩રપ, ૩ર૬, ૩૦ર, ૩૦૭, ૧ર૦-બી હેઠળ દોષી ઠેરવાયા હતા. સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલ રક્ષણથી આ કેસની મહિલાઓએ જુબાની આપવામાં સાહસ બતાવ્યું હતું અને હાલમાં પણ ભય છતાં ત્યાં જ રહી રહેલ સીજેપીએ સુપ્રીમકોર્ટને સાક્ષીઓના રક્ષણ માટે વિનંતી કરતી અપીલ કરી હતી. સીજેપીએ પોતાની લીગલ ટીમ દ્વારા વર્ષ ર૦૦૯થી ૭૦ સાક્ષીઓને કાયદાકીય મદદ પૂરી પાડી રહેલ છે. માયા કોડનાનીએ ટોળાને કઈ રીતે ઉશ્કેર્યા હતા એની રજેરજ વિગતો આપતી માહિતી આ નજરે જોનાર સાક્ષીઓએ આપી હતી જે ૧૧ સાક્ષીઓ હતા. ૧પ સાક્ષીઓએ બાબુ બજરંગી સામે જુબાની આપી હતી. ૪૮ સાક્ષીઓએ સુરેશ લંગડા વિરૂદ્ધ જુબાની આપી હતી. નજરે જોનાર સાક્ષીઓના આ બધા ખરા પુરાવાઓ હતા જે એમણે ભય અને ધમકીઓ છતાંય જુબાની દ્વારા રજૂ કર્યા હતા. પીડિત સાક્ષીઓના સમર્થનમાં સીજેપીએ જુદી અરજીઓ કલમ ૩૧૯ હેઠળ કરી હતી જેમાં વિનંતી કરાઈ હતી કે પોલીસ અધિકારી કે.કે.માયસોરવાલા અને પૂર્વ કમિશનર પી.સી.પાંડેને પણ આરોપી બનાવવામાં આવે. પણ જજે અરજીઓ નામંજૂર કરી હતી. જજે જણાવ્યું હતું કે, અંતિમ ચુકાદા વખતે અરજીને ધ્યાનમાં લેવામાં આવશે. આ ઐતિહાસિક કેસમાં ૮ ચાર્જશીટો દાખલ કરાઈ હતી. આ બે કેસો ૯ કેસોમાંના હતા જેના માટે સુપ્રીમકોર્ટે તપાસ માટે સીટની રચના કરી હતી.
મુખ્ય સાક્ષીઓએ શું કહ્યું હતું ?
અમીનાબેન અબ્બાસભાઈ બેલિમ : ર૮-ર-ર૦૦રના રોજ ટોળાએ જ્યારે નૂરાની મસ્જિદ ઉપર હુમલો કર્યો હતો તે વખતની ઘટનાને વર્ણવી હતી. એમણે માયા કોડનાનીને ત્યાં જોયા હતા. જેની સાથે આરોપી કિશન કોરાની પણ હતો. એ બન્ને ટોળાને ઉશ્કેરણી કરી કહેતા હતા કે મુસ્લિમોને આ વિસ્તારથી ખતમ કરો. એ ખાખી વર્દીમાં હાજર હતા અને આરોપીએ જે કહ્યું હતું તે એમણે સાંભળ્યું હતું. એની ઉશ્કેરણી પછી ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો અને ઘરોને તોડવા લાગ્યા હતા. સાક્ષીએ આરોપી માયાબેનને પિસ્તોલ જેવા હથિયારથી ગોળીબાર કરતો પણ જોયો હતો. સાક્ષીએ એક ટ્રક બાબતે પણ જુબાની આપી હતી જે ટ્રકમાં ગેસ સિલિન્ડરો, કેરોસીનના કેરબાઓ લવાયા હતા જેથી ટોળા આનો ઉપયોગ કરી હુમલાઓ કરી શકે. ટોળાના સભ્યો દારૂ પીધેલ હતા અને રસ્તા ઉપર ઊભા રહી નાસ્તો કરી રહ્યા હતા. સાક્ષી આ ગોઝારી ઘટના જોઈ પોતે એક જગ્યાએ છુપાઈ ગયો. એમણે નેતાને બંદૂકમાંથી ગોળીબાર કરતો જોયો હતો. એ પોલીસ પાસે મદદ માંગવા ગઈ હતી પણ પોલીસ અધિકારી માયા સોરવાલાએ એમને કહ્યું કે કંટ્રોલ રૂમને ફોન કરો પણ લોકલ બૂથ ઉપરથી ફોન લાગ્યો ન હતો. આ સાક્ષીએ મુસ્લિમ વોચમેનના કુટુંબીજનોની કરાયેલ હત્યા બાબતે પણ જુબાની આપી હતી જે હત્યા મહાવીર હોલ પાસે કરાઈ હતી. એ સાથે વર્માજીની હત્યા બાબતે પણ જણાવ્યું હતું જેમની હત્યા ટોળાએ મુસ્લિમ સમજી ભૂલથી કરી હતી. આ સાક્ષીએ આરપીએ ચલાવેલ લૂંટ બાબતે પણ જુબાની આપી હતી. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલ અપીલમાં બચાવ પક્ષના વકીલો, સાક્ષીઓ દ્વારા અપાયેલ પુરાવાઓમાં ખામીઓ શોધવાના પ્રયાસો કરી રહ્યા છે જેથી એમની જુબાનીને ખોટી ઠેરવી શકાય. અન્ય સાક્ષી મોહમ્મદ સલીમ મોહમ્મદ હુસેન શેખ. જે નરોડા પાટિયાના હુસેનનગરમાં રહે છે. એમણે પણ જુબાની આપી હતી. એમણે વર્ણન કર્યું કે કઈ રીતે ટોળાને સવારે ૯ઃ૦૦થી ૯ઃ૩૦ વાગે ભેગા થઈ હુમલો કરવાની મંજૂરી અપાઈ હતી. એમણે કહ્યું કે એ મિલન હોટલ ઉપર ચા પી રહ્યો હતો. ૧પ૦૦ વ્યક્તિઓના ટોળામાંથી એમણે ઘણા બધા લોકોને ઓળખી બતાવ્યા હતા. એમણે ટોળામાં માયા કોડનાનીને ઓળખી બતાવાયા હતા. જે મારૂતી કારમાં આવી હતી અને ટોળામાં રહેલ અન્ય આરોપીઓ સાથે વાતચીત કરી હતી અને એમને સૂચનાઓ આપી જતી રહી હતી. એ પછી ટોળાએ મુસ્લિમ વિસ્તારોમાં હુમલાઓ શરૂ કર્યા હતા. જેમાં ખાનગી ગોળીબારથી બે વ્યક્તિઓના મોત થયા હતા. એમણે ઓળખેલ ૪ આરોપીઓની ઓળખ સાબિત થઈ ગઈ હતી. બચાવ પક્ષે એને ખોટો ઠેરવવા પ્રયાસ કર્યો હતો. જેમાં એ ટોળાની સંખ્યા વધુ પડતી બતાવતા હતા (ર૦-રપ હજાર) પણ એમણે સ્પષ્ટતા કરી કે મેં આ સંખ્યા કહી જ ન હતી. એપ્રિલ ર૦૦રમાં અમદાવાદ પોલીસે કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ (અધિકારી તરૂણ બારોટ અને એન.કે.અમીન)ને સોંપી હતી. બચાવપક્ષે જણાવ્યું હતું કે, માયા કોડનાની પોતાના મતદારોને મળવા આવી હતી અને પોલીસને સૂચના આપવા આવી હતી કે એ મુસ્લિમોનું રક્ષણ કરે. ત્રીજા સાક્ષી અબ્દુલ મજીદ છે જેમણે આ હિંસાચારમાં પોતાની પત્ની અને આઠ બાળકો ગુમાવ્યા હતા. એમણે પણ માયા કોડનાનીને સ્પષ્ટરીતે ઓળખી કાઢયા હતા અને જણાવ્યું હતું કે, કુબેરનગર અને કૃષ્ણનગરમાં ટોળા હથિયારો સાથે નીકળ્યા હતા. કોડનાની તે વખતે ત્યાં આવી હતી અને ટોળાને ઉશ્કેર્યા હતા એ પછી ટોળાએ હુમલો કર્યો હતો. રશીદાબાનુ ઈમ્તિયાઝ હુસેન મોમીને પણ માયા કોડનાનીને ઓળખી કાઢયા હતા. એ સાથે સાક્ષી સિદ્દીકભાઈ અલાબક્ષ મનસુરીએ પણ માયાબેનને ઓળખી બતાવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks