રૂા.પ૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરતા વડાપ્રધાન

અમદાવાદ, તા.રપ
ગુજરાતમાં પૂરની સ્થિતિમાં તારાજી સર્જાઈ છે ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાત દોડી આવી અસરગ્રસ્ત વિસ્તાર એવા બનાસકાંઠાનું હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હવાઈ નિરીક્ષણમાં એમની સાથે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, શિક્ષણ-મહેસૂલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વરસાદી આફતથી થયેલી તારાજીને લીધે પ૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમજ મૃત્યુ પામેલાના પરિવારજનોને બે લાખ રૂપિયાની જ્યારે ઈજાગ્રસ્તોને રૂપિયા પ૦ હજારની સહાય વડાપ્રધાન રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સર્જાયેલી પુરની સ્થિતિમાં સહાય માટે રૂા.પ૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે પુરની સ્થિતિમાં નુકસાન થયું છે તેવા ખેડૂતોને વીમાનો લાભ ઝડપથી મળે તેવી વ્યવસ્થા કરાશે. જિલ્લા ગામડા, સિટીમાં વરસાદના તાંડવના લીધે જે પ્રકારનું નુકસાન થયું છે. તેમાં ભારત સરકાર મદદ કરશે. તમામ ક્ષેત્રે થયેલા નુકસાનનો સર્વે કર્યા બાદ મદદ કરાશે. ગ્રામીણ વિસ્તારોમાં વધુ નુકસાન થયું છે. બચાવ કામગીરી વધુ મજબૂત કરાશે. સર્વે બાદ જરૂર પડશે એટલી મદદ ભારત સરકાર દ્વારા કરાશે. પશુ-મૃત્યુ અને આરોગ્યને લઈને પણ વિશેષ ધ્યાન આપવા માટે આદેશ આપ્યા છે. તદ્‌ઉપરાંત ગુજરાતની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ કરેલી કામગીરીને તેમણે વખાણી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks