ભાવનગર, તા.૩૧
ભાવનગર આરટીઓ કચેરીમાં બુલેટ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં બુલેટની કિંમત ઓછી દર્શાવી ટેક્સ ચોરીનો ભાંડાફોડ થતાં આરટીઓ કમિશનર પણ ચોકી ગયા હતા. હાલ આ કિસ્સામાં કર્મચારી બી.કે. બોરીચા, કે.કે. મહેતા, એમ.જે. ગાંધી, એમ.એન. રાઠોડ, એન.એ. પટેલને સસ્પેન્ડ કરી અનુક્રમે પોરબંદર, જામનગર, મોરબી, ગીર-સોમનાથ અને અમરેલી બદલી કરી દેવાઈ છે. ભાવનગરની આરટીઓ કચેરીમાં બુલેટ કૌભાંડનો પર્દાફાશ થતાં આ કૌભાંડમાં સંડોવાયેલા હજુ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના પગ નીચે રેલો આવે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
Facebook
0
Twitter
0