(એજન્સી) જેરૂસલેમ, તા. ૫
ભારત અને ઈઝરાઈલ વચ્ચે ૭ કરાર પર હસ્તાંક્ષર થયાં. જેમાં મુખ્યત્વે સંરક્ષણ, ઊર્જા, કૃષિ કરાર સામેલ છે.મોદીએ તેલ અવીવ એરપોર્ટ પર પોતાના ભવ્ય સ્વાગત બદલ નેતન્યાહુનો આભાર વ્યક્ત કર્યો હતો. ૭૦ વર્ષના ભારતીય ઈતિહાસમાં પહેલી વાર કોઈ વડાપ્રધાન ઈઝરાઈલની મુલાકાતે આવ્યાં છે.મોદીએ નેતન્યાહુને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
મહત્વના ૧૦ મુદ્દાઓ
૧. વડાપ્રધાન મોદી મુંબઈના ૨૦૦૮ ની સાલના આતંકવાદી હુમલામાં પોતાના માતાપિતાને ગુમાવનાર બાળક મોશેને મળ્યાં હતા.મોશેએ મોદીને કહ્યું કે ‘ડિયર મિ.મોદી, હું તમને ચાહું છું. મોદી મોસેની સાથે તેમના ભારતીય નાની સુન્દ્રા સેમ્યુઅલને પણ મળ્યાં હતા.
૨. ઈઝરાઈલી વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે બન્ને દેશોના સહિયારા પડકારો વિશે પણ વાત કરી અને કહ્યું કે પહેલા તો વિશ્વમાં અને બન્ને દેશોમાં માઝા મૂકી રહેલા આતંકવાદી તાકાતને હરાવી દેવી છે.
૩. નેતન્યાહુએ કહ્યું કે સારૂ મેળવવું, તેનો બચાવ કરવો અને તેને સિધ્ધ કરવા માટે અમારી વચ્ચે ભાગીદારી થઈ છે. અમે ઘણા બધા સેક્ટરો પર વાત કરી છે. જેમાં સંરક્ષણ, ઊર્જા, કૃષિ કરાર સામેલ છે.
૪. મોદીએ કહ્યું કે નેતન્યાહુ અને મારી વચ્ચે બન્ને દેશોના સહિયારા હિતોની રક્ષા કરવા માટે સંમતિ સધાઈ છે. તેમણે કહ્યું કે અમે વેસ્ટ એશિયા અને વ્યાપક વિસ્તારમાં પ્રવર્તી રહેલી સ્થિતિ પર ચર્ચા કરી.
૫. મોદી આજે ઈઝરાઈલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને તેમના સત્તાવાર સરકારી નિવાસસ્થાને ખાતે મળ્યાં હતા. મોદીએ તેલ અવીવ એરપોર્ટ પર પોતાના ભવ્ય સ્વાગત બદલ નેતન્યાહુનો આભાર વ્યક્ત કર્યો હતો.
૬. આ પહેલા દિવસની શરૂઆતમાં મોદી ઈઝરાઈલી રાષ્ટ્રપતિ રિવલીનને મળ્યાં હતા અને તેમની સાથેની મુલાકાતનો ફોટો ટ્વીટ કરતાં કહ્યું કે આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થઈ. આ ભારતના લોકોનું સન્માન છે. ૭. રાષ્ટ્રપતિ રિવલીન દ્વારા કરવામાં આવેલા સત્કાર સમારોહ બાદ મોદીએ કહ્યું કે ભારત અને ઈઝરાઈલના સંબંધોની વ્યાખ્યા આપતાં મોદીએ કહ્યું કે ભારત ઈઝરાઈલ સાથે, ભારત ઈઝરાઈલ માટે.
૮. સાત કરારોની ઉપરાંત બન્ને નેતાઓએ એક સંયુક્ત બયાન જારી કરીને આતંકવાદની સામે એક જોરદાર મેસેજ આપ્યો હતો. આ પહેલા બન્ને નેતાઓએ તેમના ભાષણમાં આતંકવાદ અને કટ્ટરવાદની વિરૂદ્ધમાં વાત કરી હતી.
૯. સામાન્ય રીતે ઈઝરાઈલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ કોઈ દેશના રાષ્ટ્રધ્યક્ષોને લંચ, ડિનર કે બેઠક માટે જ મળતાં હોય પરંતુ અહિં તેઓ વડાપ્રધાન મોદીના તમામ કાર્યક્રમોમાં તેમની સાથે હાજર રહેશે.
૧૦. વડાપ્રધાન મોદીએ ઈઝરાઈલી વડાપ્રધાન અને બીજા નેતાઓ સાથે સઘન મંત્રણાઓ કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, બન્ને દેશો વચ્ચે સાત કરારો થયાં હતા જેમાં સંરક્ષણ, સુરક્ષા, જળ અને બીજા કરારોનો સમાવેશ થાય છે.