(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૦
ગુજરાત રાજય હજ કમિટી મારફત હજ પઢવા જવા ઈચ્છુક ઉમેદવારો માટેના ફોર્મનું વિતરણ અને ભરીને પરત આપવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હજ કમિટીએ ફોર્મ કઈ રીતે ભરવું ! અને ફોર્મ ભરવા શું ધ્યાન રાખવું કે ફોર્મ સાથે કયા દસ્તાવેજો મોકલવા તે પણ હજ અરજદારોની સુવિધા માટે પ્રસિધ્ધ કરાયું છે.
‘ગુજરાત ટુડે’ એ તા.૧૯-૧૧-ર૦૧૭ના અંકમાં ૧રમા પાને આ અંગેનો વિગતવાર અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે. પરંતુ તેમાં શરતચૂકથી એક ભૂલ છપાઈ છે જે અંગે હજ અરજદારોની ધ્યાન દોરવું જરૂરી છે. આ અહેવાલમાં એવું પ્રસિધ્ધ થયું હતું કે ‘૭૦ વર્ષ કે તેથી વધુ વયના અરજદાર તેમની સાથે પતિ,પત્ની,ભાઈ,બહેન, પુત્ર, પુત્રી, જમાઈ, પુત્રવધુ, પૌત્ર, પૌત્રી અને ભત્રીજીને ૪ સાથીદાર તરીકે લઈ જઈ શકશે.’ હકીકતમાં ૪ નહીં જ છે એટલે કે પતિ,પત્ની, ભાઈ,બહેન, પુત્ર,પુત્રી, જમાઈ, પુત્રવધુ, પૌત્ર, પૌત્રી અને ભત્રીજીને જ સાથીદાર તરીકે લઈ જઈ શકશે. એમ સુધારીને વાંચવું ‘જ’ ના બદલે ૪ અંકમાં છપાઈ જતાં હજ અરજદારોમાં ગુંચવણ ઉભી થઈ હતી આથી આ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.