ભૂજ, તા.૧૮
રિટાયર્ડ આસિસ્ટન્ટ સિક્યોરિટી કમિશન આરપીએફ કરણસિંહ જાગાવત, ઉંમર ૭૦ વર્ષ એ જયપુરથી કોટેશ્વરથી તેજુથી ભુતાન સિક્કીમ, નેપાલ, ઉત્તરાખંડ, હિમાચલ, લેહ-લદાખ, ખાટહુમલા લેર, કન્યાકુમારી, કોટેશ્વર, જયપુર ૧૮પ૦૦ કિલોમીટર સાયકલથી યાત્રા કરેલ તેમનો ઉદ્દેશ બેટી બચાવ, પ્રકૃતિ બચાવોના ઉદ્દેશ સાથે ૭૦ વર્ષની જહીફ ઉંમરે ૧૮પ૦૦ કિલોમીટર સાયકલથી યાત્રા કરી ભૂજ મધ્યે આવી પહોંચતા તેમનું સાલ ઓઢાડીને સન્માન અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ એક એકતાના દાખલા રૂપે તેમનું સન્માન કરેલ. આ સન્માનના કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ઈબ્રાહીમભાઈ જે.હાલેપોત્રા, મહામંત્રી કાસમશા સૈયદ, ઉપપ્રમુખ આદમ પડિયાર, તાલુકા પ્રમુખ ઈબ્રાહીમ જત, ભૂજ શહેર પ્રમુખ હાજી ગફૂર શેખ, ઉપપ્રમુખ સફી મોહમ્મદ મૌલાના, ઉપપ્રમુખ ઈશાકભાઈ જત, મહામંત્રી અખતરશા સૈયદ, મહામંત્રી હનીફ જત હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભૂજ શહેર એ ડિવિઝન નં. પીઆઈ શ્રી રાણા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.