મોરબીમાં આજે ૭૦૦ ટ્રાન્સપોર્ટર દેશવ્યાપી હડતાલમાં જોડાશે

મોરબી, તા.૧૯
મોરબીમાં આવતીકાલે ટ્રક ટ્રાન્સફર એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાલમાં જોડાવવા એલાન કરતા હજારો લોકો પ્રભાવિત થશે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ગુજરાત દ્વારા દેશવ્યાપી ટ્રાન્સપોર્ટ હડતાલમાં જોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ જોડાવાનું હોવાથી તા.૨૦ જુલાઈથી ૩ હજાર ટ્રકોના પૈડા થંભી જશે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની તાજેતરમાં સીરામીક એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ આહીર રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ અને અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો ઉપપ્રમુખ હસુભાઈ ભગદેવ તેમજ સીરામીક એસોસિએશન અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના ડીઝલના ભાવોનો વધારો ટોલ ટેક્સ ફ્રી ભારત ઇન્સ્યુરન્સના મુદા તેમજ ટીડીએસ અને જીએસટી મુદે ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા દેશવ્યાપી હડતાલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તા.૨૦થી થનારી દેશવ્યાપી હડતાલમાં મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો પણ જોડાવવાનું હોવાની માહિતી સીરામિક એસોને આપવામાં આવી હતી જે હડતાલને પગલે મોરબીમાં ૩ હજાર ટ્રકોના પૈડા થંભી જશે અને ૭૦૦ ટ્રાન્સપોર્ટર હડતાલમાં જોડાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts