Gujarat

દુકાનોમાં આગજની-તોડફોડ કરાતાં ૭૩.૭૦ લાખનું નુકસાન કરાયાની ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.ર૯
હળવદમાં જૂથ અથડામણ બાદ તંગદીલી ફેલાતા દુકાનોમાં આગજની અને તોડફોડ કરવામાં આવી હતી જે આગજની અને તોડફોડમાં ૭૩ લાખથી વધુની નુકશાની કરવામાં આવી હોય વેપારીની ફરિયાદને આધારે પોલીસે ૩૦ લોકો તેમજ ૧૦૦ થી ૧૫૦ ના ટોળા સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
હળવદમાં જૂથ અથડામણ બાદ દુકાનોમાં તોડફોડ અને આગ લગાવવામાં આવી હોય જે બનાવ મામલે સલીમભાઈ રહીમભાઈ લોલાડીયાએ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી (૧) સુનિલ કણઝરીયા (૨) ઘનશ્યામ પટેલ (૩) પંકજ રમણીકભાઇ ગોઠી (૪) યોગેશ પટેલ (૫) હિતેષ લોરીયા (૬) મિલન પટેલ (૭) નયન માકાસણા (૮) જગો ઉર્ફે ઠુઠી ભરવાડ (૯) અનિલ બાવાજી (૧૦) નિલેશ કોળી (૧૧) સામત ભરવાડ (૧૨) કાર્તિકભાઇ ખત્રી (૧૩) કપીભાઇ ભરવાડ (૧૪) હળુ ભરવાડ (૧૫) કાનો લંગડો (૧૬) ધીરજ નગીનદાસ પ્રજાપતિ (૧૭) મનોજભાઇ વાણંદ (૧૮) કિરણ પંડ્યા (૧૯) જેકીભાઇ જોષી (૨૦) નવીન નાથબાવા (૨૧) દેવાભાઇ ભરવાડ (૨૨) નાનુભાઇ કંસારા (૨૩) કાનો ભરવાડ (૨૪) વિશાલ જયસ્વાલ (૨૫) નવનીત પટેલ (૨૬) દેવેન્દ્ર પટેલ (૨૭) નાનજી દલવાડી (૨૮) ગાંડાલાલ પટેલ (૨૯) રોહીત ભરવાડ (૩૦) પાંચો ભરવાડ તથા અજાણ્યા ૧૦૦ થી ૧૫૦ લોકો રહે. બધા હળવદ વાળા ગુનાહિત કાવતરું રચ્યું હતું
આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરિયાદીની સાગર ટેલીકોમ નામની દુકાનમાં અને અન્ય સાહેદોની દુકાનમાં તોડફોડ કરી આગ ચાંપી સળગાવી કુલ ૭૩,૭૦,૦૦૦ નું નુકશાન કરી જીલ્લા મેજી. મોરબીના હથીયારબંધી જાહેરનામાં ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી છે.ઈ.પી.કો. કલમ-૧ર૦બી, ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪ર૭, ૪૩૬ તથા જી.પી.એકટ કલમ-૧૩પ મુજબ ગુનો નોંધી તમામને ઝડપી લેવા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.