(એજન્સી) મુંબઈ, તા.ર૩
બોલિવુડના અભિનેતા એઝાઝખાને કેફી દ્રવ્યો રાખવાના આરોપસર મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. એઝાઝખાન પાસેથી પોલીસે નશાની ૮ ગોળીઓ જપ્ત કરી હતી. ખાનને બેલાપુરથી નવી મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં ખાનની પોલીસ પૂછપરછ કરી રહી છે. સોમવારે રાત્રે તેની પોલીસે ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસની નાર્કોટિક્સ વિરોધી સેલ દ્વારા એઝાઝની એક હોટલમાં ધરપકડ કરાઈ તેને કોર્ટમાં રજૂ કરાશે. એઝાઝખાન બોલિવુડ ફિલ્મોમાં અને ટીવી શોમાં જોવા મળે છે. રક્ત, ચરિત્ર, નાયક, રબ, જેવી ફિલ્મોમાં તેણે કામ કર્યું છે. તેને બિગબોસમાં ઓળખ મળી.