પાટણ,તા.૭
હારીજ નજીક ચાણસ્મા હાઈવે પર ઈકો અને અર્ટીકા વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનોમાં બેઠેલા ૮ જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી. જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણા તાલુકાના બાસણા ગામના વતની અને કચ્છનાં માંડવી તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સતીષકુમાર કાંતિલાલ મકવાણા અર્ટીકા ગાડી નં.જીજે-૧ર- સી.જી.૪૧ર૭ લઈ પરિવારજનો સાથે વતન આવી રહ્યા હતા. ત્યારે હારીજ નજીક સામેથી મુસાફરો ભરી આવી રહેલ ઈકો ગાડી નં.જીજે-૬-ઈ.એચ.૬પર૦ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી હાઈવે પરના દુકાનદારો દોડી આવ્યા હતા અને બંને ગાડીમાં ઈજાગ્રસ્ત બનેલા સતીષકુમાર કાંતિલાલ મકવાણા, પ્રેમીલાબેન સતીષકુમાર મકવાણા, ઉર્વશી સતીષકુમાર મકવાણા, વિજય મશરૂભાઈ ચૌહાણ, તેમજ ઈકો ગાડીમાં મુસાફરી કરી રહેલા શાકીર ફકીર, રાજુજી પ્રાગજીજી ઠાકોર, પરાગજી ચેલાજી ઠાકોર, હેમાબેન પરાગભાઈ ઠાકોર, વિનોદભાઈ અચરાજી ઠાકોરને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ તથા ખાનગી વાહનો મારફતે હારીજ રેફરલ તેમજ પાટણની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.