જૂનાગઢ : ATMનો નંબર મેળવી લઈ ગઠિયાએ રૂા. ૮પ લાખ ઉપાડી લીધા

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૧૦
જૂનાગઢમાં એસબીઆઈ બેંકમાં ખાતું ધરવતા એક ગ્રાહકને લોભામણી લાલચ આપી અને તેના એટીએમના નંબર મેળવી અને ખાતામાંથી રૂા. ૮પ,૧૩૬,૬૦ મેળવી લીધાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ગિરીરાજ મેઈન રોડ અનમોલ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦રમાં રહેતાં રમેશભાઈ હિંમતભાઈ વડેરા (ઉ.વ.૩૮)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, ગિરીરાજ મેઈન રોડ ઉપર આવેલ એસબીઆઈના એટીએમમાંથી પૈસાની ઉઠાંતરી થઈ છે. જેમાં અજાણ્યા મોબાઈલ ધારકે ફરિયાદીને તા. ૪-૭-ર૦૧૮ના રોજ ફરિયાદીના મો. નં. ઉપર અજાણ્યા મો.નં. ઉપરથી બપોરના ૧૧ વાગ્યાની આસપાસ ફોન કરેલ અને જે ફરિયાદીએ ઉપાડેલ અને ફરિયાદીને લોભામણી ઓફરો કરી ફરિયાદીના ખાતા નંબર તથા એટીએમના નંબર મેળવી રૂા. ૮૫,૧૩૬,૬૦ ઓનલાઈન મેળવી ચિટીંગ કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે અજાણ્યા મોબાઈલ ધારક વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.વી.મુંજવા ચલાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks