પૂરક પરીક્ષાનું નિરાશાજનક ૯.૯૬ ટકા પરિણામ

અમદાવાદ, તા. ૨૮
વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે સામાન્ય પ્રવાહમાં ૭૨૧૩૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૯૩૮૩ ઉમેદવાર પુરક પરીક્ષામાં ઉતીર્ણ થયા છે.સામાન્ય પ્રવાહમાં જિલ્લા મુજબ નજર કરવામાં આવે તો ભરૂચ જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. સાથે ધોરણ ૧૨ સાયન્સની પુરક પરીક્ષાના પરિણામની વાત કરવામાં આવે તો સાયન્સનું ૯.૯૬ ટકા પરીણામ આવ્યું છે.પુરક પરીક્ષા માટે ૯૧૦૧ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાંથી ૮૫૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પુરક પરીક્ષામાં ૮૪૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ કરતા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓછું જણાયું છે. પુરક પરીક્ષાનું સામાન્ય પ્રવાહનું પરિણામ ૪૦.૭૪ રહેયું જ્યારે સાયન્સનુ ૯.૯૬ પરિણામ આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks