મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડો : નવ જુગારી ઝડપાયા

મોરબી, તા. ર૯
મોરબી મકરાણીવાસમાં રહેણાંક મકાનમાં મસમોટુ જુગારધામ ધમધમતુ હોવાની બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ જુગારીઓને પાંચ લાખના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એ-ડિવિઝન પીઆઈ આર.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ પીએસઆઈ એમ.વી. પટેલ મણીલાલ ગામેતી રસીક પટેલ અજીતસિંહ રસીક પટેલ કિશોર મિયાત્રા ભરત મિયાત્રા સહિતની ટીમને મકરાણીવાસમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો કરતાં જુગાર રમી રહેલા જાવેદ અખ્તરભાઈ બ્લોચ જાતે મકરાણી ઉ.વ.૨૧ રહે. મકરાણીવાસ ઈસ્માઈલ યારમામદ બ્લોક જાતે મકરાણી ઉ.વ.૨૬ રહે. મકરાણીવાસ સંજય ઉર્ફે આર.એસ. રૈયાભાઈ રાતડિયા જાતે ભરવાડ ઉ.વ.૨૯ રહે. શનાળા રોડ મોરબી નિકુંજ ઉર્ફે ચાકો પ્રફુલ્લભાઈ દેત્રોજા જાતે પટેલ ઉ.વ.૨૦ રહે. કન્યા છાત્રાલય રોડ મોરબી અબ્દુલ ઉર્ફે અબુ ખમીશા વાઘેર જાતે મિયાણા રહે. મચ્છી માર્કેટ મોરબી હસમુખ ભરતભાઈ લખતરિયા ઉ.વ.૨૮ રહે. ગુ.હા.બોર્ડ મોરબી અનિલ કુંવરજીભાઈ મુજારિયા જાતે રાવલ ઉ.વ.૫૧ રહે.શકત શનાળા ઈરફાન અલારખાભાઈ ચીચોદરા જાતે ઘાંચી ઉ.વ.૩૯ રહે.કાલિકા પ્લોટ મોરબી અસ્લમ સલીમભાઈ ચાનિયા જાતે સંધી ઉ.વ.૩૨ રહે. કાલિકા પ્લોટ મોરબીવાળાને રૂા.૫,૦૩,૦૦૦ લાખની રોકડ રકમ સાથે જુગાર રમતા પકડી એ-ડિવિઝન પોલીસ મથકે જુગારધારા કલમ મુજબ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks