નવ મહિનામાં બાળક જન્મ લે છે, તો RBI શા માટે રદ કરાયેલી નોટોની સંખ્યા દર્શાવી ન શકી : વિપક્ષનો સવાલ

નવી દિલ્હી, તા. ૨૫
રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોએ આજે સવાલ કર્યો હતો કે, બેંકિંગ સિસ્ટમમાં પરત આવેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની બંધ કરાયેલી ચલણી નોટો સંખ્યા અત્યારસુધી પૂરી પડાઇ નથી જ્યારે નોટબંધીના નિર્ણયને પણ નવ મહિના વીતી ચૂક્યા છે. શૂન્યાકાળમાં આ મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જણાવ્યંુ હતું કે, નવજાત બાળક પણ નવ મહિનામાં જન્મ લઇ લે છે પરંતુ જુની અને રદ્‌ કરાયેલી નોટોની સંખ્યા કેટલી છે તે દેશ જાણતો નથી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ગત વર્ષે આઠમી નવેમ્બરે ૫૦૦ અને ૧૦૦૦ની નોટોને ચલણમાંથી બાકાત રાખવાની જાહેરાત કરી હતી. બેકિંગ સિસ્ટમમાં કેટલી નોટો પાછી ફરી તે જાણાવાની માગ સાથે આનંદ શર્માએ પ્રહાર કર્યો હતો કે, આજે આપણે ચંદ્ર પર જવાની અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યા છીએ પરંતુ નવ મહિના વીત્યા છતાં નોટો ગણી શકતા નથી. બીજી તરફ આનંદ શર્માની માગને વિપક્ષે સમર્થન આપ્યું હતું જ્યારે આંદ શર્માએ કહ્યું કે, હંુ આરબીઆઇમાં નોટો ગણવા જવાનો નથી. નોટબંધીનો નિર્ણય લીધા બાદ પણ સરકારે લોકોને ઘણી વખત નોટો જમા કરાવવા અને બદલવા માટે ડેડલાઇન બદલીને તક આપી અને તેની છેલ્લી મુદ્દત ૩૦મી જુન હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks