(એજન્સી) તા.૪
તુર્કીના દક્ષિણ-પૂર્વમાં મુખ્યત્વે કુર્દીશ વસ્તી ધરાવતા વિસ્તારમાં તૂર્કીશ દળો સાથેની તાજેતરની અથડામણોમાં કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી (PKK)ના ૨૦ ત્રાસવાદીઓ માર્યા ગયા છે.
સુરક્ષા સ્ત્રોતો દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી અને ગવર્નર ઓફિસના અહેવાલ અનુસાર તૂર્કીશ સૈનિકોએ સિરનાક પ્રાંતમાં કામગીરી દરમિયાન બે દિવસમાં ૨૦ PKK બળવાખોરોની હત્યા કરી છે.
તૂર્કીશ સુરક્ષા સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ઇરાકની સરહદે આવેલ પ્રાંતમાં પર્વતીય વિસ્તારમાં PKK બળવાખોરોએ માર્ગમાં વિસ્ફોટકો રાખ્યા હતા જે લશ્કરી વાહન પસાર થતાં ફાટ્યા હતા જેમાં બે સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય એક ઘાયલ થયો હતો.
છેલ્લા અઠવાડિયે, ઉત્તરીય પ્રાંતમાં તૂર્કીશ સુરક્ષા દળો સાથેની અથડામણ વધુ છ PKK બળવાખોરો માર્યા ગયા હતા.
પ્રાંતીય ગવર્નર ઈરફાને જણાવ્યું હતું કે આતંકવાદીઓ આ પ્રાંતના જિલ્લામાં દેખાયા હતા અને એક ઓપરેશન દરમિયાન તેઓને ઠાર કરવામાં આવ્યા હતા. દક્ષિણમાં એક ટર્કીશ નગરમાં જુલાઈ ૨૦૧૫ બોમ્બ હુમલામાં ૩૦થી વધુ નાગરિકોએ તેમનો જીવ ગુમાવ્યો એ પછી અંકારા અને PKK બળવાખોરો વચ્ચે યુદ્ધવિરામ ગયા વર્ષે ભાંગી પડ્યો હતો.
તુર્કીના સત્તાધીશોએ આ ત્રાસવાદી કૃત્ય માટે તકફીરી દાઈશ આતંકવાદી જૂથને જવાબદાર ગણ્યા હતા.
PKK બળવાખોરો અન્કારા સરકાર દાએશ જૂથને સહાય આપે છે એવું દોષારોપણ કરે છે, આ બોમ્બ ધડાકા બાદ તુર્કીના સુરક્ષા દળો સામે બદલો લેવા અનેક હુમલાઓ દેશ અને ઉત્તર ઈરાકની અંદર કરવામાં આવ્યા હતા અને આ સ્થિતિ સામે તૂર્કીશ લશ્કરી કામગીરી કરી રહ્યું છે.
આ ચાલુ રહેલી હિંસામાં બળવાખોરો, સુરક્ષા દળો અને હજારો નાગરિકો મૃત્યુ પામ્યા છે.
PKK ૧૯૮૪થી એક સ્વાયત્ત કુર્દીશ પ્રાંત માટેની માંગ કરી રહ્યું છે.